Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૧૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિયમોનો ખુલ્લે આમ ભંગ કરીને ચાલતા મોટા ભારે વાહનો જે ખાનગી કંપનીઓ દ્વારા ચલાવાય છે તેમાં વારંવાર નાના-મોટા અકસ્માતો થાય છે. અનેક ખેડૂતો તથા લોકો ભોગ બનતા હોય, આમઆદમી પાર્ટીના અગ્રણીઓ રામજી ભાઈ પરમાર, ઈમ્તીયાઝ ગજણ તથા વીરૂભાઈ કંડોરીયા દ્વારા જિલ્લા તંત્રને આ અંગે અકસ્માતોના સ્થળોની લાઈવ તસવીરો સાથે રજૂઆત કરવામાં આવી હતી. આપ પાર્ટી તથા આગેવાનો દ્વારા ચાર માંગણીઓ કરવામાં આવી છે. જેમાં ભારે વાહનો માટે ટ્રાફિક નિયમો વન-વે તથા નિયમો પ્રવેશના ચૂસ્ત પાલન કરાવવામાં આવે, ભારે વાહનો દ્વારા નિયમ ભંગ થાય તો તુરંત જ પગલાં લેવા તથા અકસ્માતમાં ભોગ બનનારને તુરંત જ સહાય ચૂકવવી, અકસ્માત સ્થળે કોર્ડન, રીફલેકટર, બેરીકેડ જેવી તુરંત વ્યવસ્થા કરવી, જરૂરી કાગળો વગર ચલાવતા વાહનો સામે તાકીદે પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial