Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતની વિદેશનીતિ ફરી એક વખત ચર્ચામાં
નવી દિલ્હી તા. ૧૦: અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધવિરામ સમાપ્ત કરીને શરૂ કરેલા ભિષણ હુમલાઓમાં ભારતને પણ ઝટકો લાગ્યો છે. એવું કહેવાય છે કે ટ્રમ્પે ઈરાદાપૂર્વક ભારતનું મોટું ઈન્વેસ્ટમેન્ટ હોય, તેવા સ્થળો પર હુમલાઓ કરાવીને દાઝ કાઢી છે.
અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધવિરામ ખતમ થઈ ગયું છે, અને ફરીથી ભિષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં અમેરિકાએ કરેલા શ્રેણીબદ્ધ હુમલાઓમાં ભારતને પણ ઝટકો લાગ્યો છે, કારણ કે ઈરાનમાં ભારતે અબજો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે, તેવા સ્થળોને પણ અમેરિકી સેનાએ નિશાન બનાવ્યા છે.
અમેરિકાએ ભારત દ્વારા વિક્સાવાઈ રહેલા ચાબહાર પોર્ટ પર હુમલો કર્યો હોવાથી ચાબહાર પોર્ટને ખૂબ જ મોટું નુક્સાન પહોંચ્યું છે. આ પોર્ટમાં ભારતે અબજો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સાવ્યું છે, તેને બરબાદ કરી નાખવાના ઈરાદાથી જ આ હુમલો સમજી-વિચારીને અમેરિકા દ્વારા કરાયો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
આ હુમલામાં 'શાહિત બેહેરતી' નામના પોર્ટ ટર્મિનલને ભારે નુક્સાન પહોંચ્યું છે. આ ટર્મિનલમાં ભારતે કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ ઉપરાંત ચાબહારનો બેસેલ ટ્રાફિક કંટ્રોલ ટાવર, કબંતરી પોર્ટ અને ઓમાનના અખાતમાં સ્થિત પોર્ટ એરિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ધ્વસ્ત થઈ ગયું છે. એટલું જ નહીં, આ સમગ્ર વિસ્તારમાં વીજ-વ્યવસ્થા જ બરબાદ થઈ જતા અંધારાપટ છવાઈ ગયો છે, જો કે ઈરાને આ અંગે કોઈ વિસ્તૃત વિગતો આ લખાય છે, તયાં સુધી જાહેર કરી નથી, પરંતુ વિદેશી મીડિયા તથા અમેરિકન સૂત્રોના આધારે આ અહેવાલો આવી રહ્યા છે, જે ભારત માટે ઝટકા સમાન છે.
ચાબહાર બંદર અને શાહિત ટર્મિનલ ભારત માટે જબરદસ્ત મહત્ત્વ છે. પાકિસ્તાનને બાયપાસ કરીને ભારતની આ અંદરના માધ્યમથી આફઘ, તિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવાની સુવિધા સાંપડે છે, જેને આઈએનએસટીસી એટલે કે ઈન્ટરનેશનલ નોર્થ, સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર કહે છે.
આ બંદરને ફરીથી બેઠું કરતા જેટલી વાર લાગશે, તેટલી ભારતની મુશ્કેલીઓ વધશે. ભારતની રિઝિયોનલ કનેક્ટિવિટી ખોરવાતા વ્યાપાર-આર્થિક વ્યવહારો બંધ થઈ શકે છે અને ટ્રેડ પ્રોજેક્ટ્સ ખોરવાઈ જાય અથવા બંધ કરવા પડે, તો તે ભારત પર અમેરિકાએ કરેલો પરોક્ષ પ્રહાર જ પૂરવાર થશે.
ભારતે આ ટર્મિનલના વિકાસ માટે અગિયાર વર્ષ પહેલા એમએયુ કર્યા હતાં, અને તે પછી બે વર્ષ પહેલા દસ વર્ષના કરાર કર્યા હતાં. આ પ્રોજેક્ટ્સ પાછળ અતયાર સુધી ભારતે ૧ર૦ મિલિયન ડોલર્સ ખર્ચ્યા છે, અને ભારતે પ૦૦ મિલિયન ડોલર્સના ઈન્વેસ્ટમેન્ટના કરાર પણ કર્યા છે. વર્ષ ર૦૧૪ માં ભારતે ઈરાનના પોર્ટર્સ એન્ટ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન સાથે કરેલા આ કરાર પછી ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને સીધા જ મીડલ ઈસ્ટ સુધી પહોંચવા માટે ચાહબહાર પોર્ટને ભારત દ્વારા ઝડપભેર વિકસાવાઈ રહ્યું હતું, અને તેના પર જ પ્રહાર કરીને ટ્રમ્પે ભારત પર દાઝ કાઢી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
સામાન્ય રીતે યુદ્ધ દરમિયાન કોઈપણ યુદ્ધમાં જોડાયેલો દેશ દુશ્મન દેશમાં રહેલા મિત્રદેશોના સ્થળો, વિકાસ પ્રોજેક્ટો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરતા નથી, ત્યારે 'મોદી મારા શાનદાર મિત્ર છે', તેવી મીઠી મીઠી વાતો કરતા રહેતા ટ્રમ્પે હકીકતે ભારતની પીઠમાં ખંજર ભોંક્યું હોવાની ટિકા થઈ રહી છે.
બીજી તરફ ભારતની વિદેશનીતિની પણ જોરદાર ટીકા થઈ રહી છે. ટીકાકારો કહે છે કે ટ્રમ્પની પહેલી ટર્મમાં વ્યક્તિગત રીતે એકબીજાને ચૂંટણીઓમાં પણ મદદ કરવાની જે નીતિ અપનાવાઈ હતી, તેના પરિણામે બન્ને દેશોના વડાઓ 'મિત્રો' બન્યા, પરંતુ બીજી ટર્મમાં ટ્રમ્પે ભારત સાથે મિત્રદેશ જેવો વ્યવહાર કર્યો નથી અને હવે દુશ્મન પણ કરે નહીં, તેવા પરોક્ષ પ્રહારો ટ્રમ્પ કરી રહ્યા છે. હવે તો ભારતના વિદેશની ધરતી પર વિક્સી રહેલા પ્રોજેક્ટો પર જ સીધો હુમલો કરીને ટ્રમ્પે 'મૂખ મેં રામ ઔર બગલ મેં છૂરી'ની જેમ પોતાની ભારત વિરોધી માનસિક્તા છતી કરી દીધી હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
એવી આલોચના થઈ રહી છે કે, મોદી સરકારની વિદેશનીતિ સ્પષ્ટપણે સદંતર નિષ્ફળ જઈ રહી છે અને ભારત સાથે અમેરિકા જ્યારે દુશ્મન જેવો વ્યવહાર કરી રહ્યું હોય, ત્યારે 'આંખમાં આખ પરોવીને વાત કરવાના બદલે 'ચૂપકીદી'' સેવાય અને આ પ્રકારના હુમલા પછી તેનો મક્કમ વિરોધ કરીને પ્રતિકાર પણ ન કરવામાં આવે, તો તે યોગ્ય નહીં હોય. શક્ય છે કે આજે ભારત તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial