Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાની યોજના બનાવી રહ્યું છેઃ ઈઝરાયલી ગુપ્તચરનો અહેવાલ

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી વધ્યોઃ ટ્રમ્પ વધુ આક્રમક બની શકેઃ

                                                                                                                                                                                                      

તહેરાન તા. ૧૦: ઈઝરાયલે પોતાના ગુપ્તચર અહેવાલમાં દાવો કર્યો છે કે, ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાની યોજના બનાવી રહ્યું છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ફરી વધ્યો છે. આ અહેવાલ પછી ટ્રમ્પ વધુ આક્રમક બની શકે છે.

ઈરાનના માર્યા ગયેલા સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં લોકોએ શોક વ્યક્ત કર્યો અને અમેરિકા સામે બદલો લેવાની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા. કવિતાઓનું પઠન કરવામાં આવ્યું અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે બદલો લેવાની માંગ કરતા ભાષણો આપવામાં આવ્યા. હવે ઈઝરાયલે ગુપ્ત માહિતી પૂરી પાડી છે કે ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરૂ ઘડી રહ્યું છે. ધ વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ ઈઝરાયલે ટ્રમ્પની હત્યા માટે નવા ઈરાની કાવતરાના અહેવાલો શેર કર્યા છે.

માત્ર ત્રણ અઠવાડિયા પહેલા અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા હતાં, અને બન્ને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. ઈઝરાયલે આ અહેવાલ બહાર પાડ્યો છે. આ સંદર્ભમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે અને સંઘર્ષની શક્યતા વધી ગઈ છે. અમેરિકા અને ઈરાન હજુ સુધી કોઈ અંતિમ સમજુતી પર પહોંચ્યા નથી. ર૦ર૦ માં કાસિમ સુલેમાનીના ડ્રોન હુમલામાં મોત થયા પછી પણ ઈરાન ઘણાં વર્ષોથી તેમની હત્યા કરવાની ધમકી આપી રહ્યું છે.

સીએનએનના અહેવાલ મુજબ ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ સતત ઈરાનના ઈરાદાઓને સમજવાનો પ્રયાસ કરી રહી છે. પરિણામે ઈઝરાયલે વારંવાર અમેરિકાને ઈરાનના કાવતરાની જાણ કરી છે. યુએસ અધિકારીઓ કહે છે કે આ ઈઝરાયલી ગુપ્તચર અહેવાલ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાદાઓને પણ બદલી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા મહિનામાં ઈરાન સાથે કરાર કરવા માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે, જો કે તેમણે કહ્યું છે કે જો ઈરાન કોઈ ભૂલ કરશે તો એક મોટી લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh