Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વસઈ આરોગ્ય કેન્દ્રમાંં દર્દીઓની ભીડ રહેતી હોવાથી
જામનગર તા. ૧૦: જામનગર તાલુકાના બેડ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજુરી આપવા ભાજપના મહિલા અગ્રણી કુંજલ કુંવરસિંહ જાડેજાએ રાજ્યના આરોગ્ય મંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.
જામનગર તાલુકાના બેડ ગામ તથા આસપાસના શાપર, રસુલનગર, નાની ખાવડી સહિતના વિસ્તારોની સંયુક્ત વસ્તી હાલમાં અંદાજે ૩૦ હજાર જેટલી છે. આ સમગ્ર વિસ્તારના લોકો પ્રાથમિક આરોગ્ય સેવાઓ માટે હાલમાં વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આધાર રાખવો પડે છે.
વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રમાં અંદાજે ૫૦ હજાર જેટલી વસ્તી આવરી લેવાતી હોવાથી ત્યાં દર્દીઓની સંખ્યા ખૂબ વધારે રહે છે. જેના કારણે દર્દીઓને લાંબી રાહ જોવી પડે છે તથા સમયસર સારવાર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
બેડ ગામ જે પોતે જ મોટી વસ્તી ધરાવતું ગામ છે અને આસપાસના ગામોના લોકો પણ આરોગ્ય સેવાઓ માટે અહીં આવન-જાવન કરે છે. બેડ ગામમાં હાલમાં સબ સેન્ટર કાર્યરત છે જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે લોકોને અન્ય સ્થળે જવું પડે છે.
આથી, બેડ ગામને કેન્દ્રસ્થાને રાખી નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવે તો બેડ, શાપર, રસુલનગર, નાની ખાવડી તથા આસપાસના ગામોના નાગરિકોને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી શકશે. સાથે સાથે વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરનો દર્દી ભાર પણ નોંધપાત્ર રીતે ઘટશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial