Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેન્ડર કમિટીમાં ધવલ નાખવા, તૃપ્તિબેન ખેતિયા, સંજય મુંગરા અને જીતેષ શિંગાળાની નિયુકિતઃ
જામનગર તા. ૧૦: જામનગર મહાનગરપાલિકાની ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં રૂ. ૧૨૫ કરોડ ૮૭ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ તા. ૦૯-૦૭-૨૦૨૬ના ધીરેનકુમાર પી. મોનાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ ૧૦ સભ્યો ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશનર દિપેશ કેડીયા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર (વ.) મુકેશભાઈ વરણવા આસી. કમિશનર (ટ.) જીજ્ઞેશભાઈ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
૧૫ માં નાણાપંચની મળેલ ટાઈડ અને અનટાઈડ ગ્રાન્ટ અન્વયે કામો હાથ ધરવા સૈદ્ધાંતિક મંજુરી આપવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ।. ૧૨૨.૭૯ કરોડ ના કામો ને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી.
મુખ્ય બિલ્ડીંગમાં નવું વાયરીંગ તથા પેનલ અપગ્રેડેશન વર્ક અંગે રૂ।. ૮૬.૮૯ લાખ, સોલીડ વેસ્ટ શાખા ના કાયમી સફાઈ કામદાર જીતેશભાઈ ભુરાભાઈને કેન્સરની બીમારી સબબ આર્થિક સહાય મંજુર કરવા ની દરખાસ્ત અન્વયે રૂ।. ૭૫,૦૦૦ની મર્યાદામાં આર્થિક સહાય ચુકવવા નિર્ણય લેવાયો હતો.
જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓમાં ટેકનિકલ અને વહીવટી કામગીરી માટે જુદી-જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂક આપવા અંગે દરખાસ્તની વિગતે ૭ માસ માટે નવી નિમણૂક આપવા તથા અર્બન પ્લાનર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂક અન્વયે દરખાસ્તની વિગતે નવી નિમણૂક આપવાનું મંજુર રાખવામાં આવ્યું હતું.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરના ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૯, ૧૦, ૧૧ અને ૧૨) હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત ભૂગર્ભગટરના નેટવર્કને મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂ।. ૭૯.૧૮ લાખનું ખર્ચ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરના સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫ અને ૧૬) હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત ભુગર્ભગટરના નેટવર્કને મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂ।. ૮૧.૪૨ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત જામનગર શહેરના વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૬, ૭ અને ૮) હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં શહેરની હૈયાત અને કાર્યરત ભુગર્ભ ગટરના નેટવર્કને મજબુતીકરણ તથા વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂ।. ૬૧ .૩૬ લાખના ખર્ચને મંજુર રાખવામાં આવ્યું હતું.
જ્યારે અધ્યક્ષ સ્થાનેથી એક દરખાસ્ત રજૂ થઈં હતી જેમાં ટેન્ડર કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ધવલભાઈ નાખવા, તૃપ્તિબેન ખેતીયા, સંજયભાઈ મુંગરા, જીતેષભાઈ શિંગાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ આજની બેઠકમાં કુલ રૂ।. ૧૨૫ કરોડ ૮૭ લાખના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial