Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક પરપ્રાંતીય શખ્સ સામે શંકાની સોયઃ
જામનગર તા. ૧૦: જામનગરના મોટી ખાવડીમાં ઓફિસ ધરાવતા એક પરપ્રાંતીયના લેપટોપની એક શખ્સે ઉઠાંતરી કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ગોરધનપર ગામમાં ગોવર્ધન ગ્રીનમાં રહેતા શશીરાય ઈશ્વરનંદ નામના પરપ્રાંતીય આસામી મોટી ખાવડી પાસે શિવમ્ કોમ્પલેક્ષમાં ફોર્ચ્યુનર હોસ્પિટાલિટી સર્વિસીસ નામની ઓફિસ ચલાવે છે. તેઓની ઓફિસમાં ગઈકાલે સવારના સાડા દસેક વાગ્યે મૂળ વેસ્ટ બંગાળનો વતની અને હાલમાં મોટી ખાવડીમાં રૂદ્રપાલ કોમ્પલેક્ષમાં રહેતો શુભદીપ સુભાષ મંડલ નામનો શખ્સ આવ્યો હતો. આ શખ્સે શશીરાયની ઓફિસમાં ટેબલ પર પડેલુ રૂ।.૩૦ હજારની કિંમતનું લેનોવા કંપનીનું લેપટોપ ચોરી કરી લીધાની મેઘપર પોલીસ સ્ટેશનમાં શશીરાયે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપી શુભદીપની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial