Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાભીની ચઢામણીથી લગ્નજીવન ભંગાણના આરે...
જામનગર તા. ૧૦: જામનગરના અમિતભાઈ નામના યુવાનના લગ્ન તા.૨-૨-૧૩ના દિને રાજકોટના રચનાબેન હસમુખભાઈ નંદા સાથે થયા પછી આ દંપતીને પુત્ર (ઉ.વ.૧૧) તથા પુત્રી (ઉ.વ.૩)ની પ્રાપ્તિ થઈ હતી. ૧ર વર્ષના આ દંપતીના લગ્નગાળા દરમિયાન જામનગરથી વડોદરા અને ત્યાંથી અમિતની નોકરી સાઉદી અરેબીયામાં લાગી હતી. ત્યાં પણ પતિ-પત્ની બે બાળકો સાથે સુખરૂપ જીવન જીવતા હતા.
તે દરમિયાન રચનાબેનના ભાઈ અંકિતના લગ્નમાં ભાગ લેવા માટે રચનાબેન બાળકો સાથે સાઉદીથી આવ્યા ત્યારે અમિત પાસે સસરા હસુભાઈ નંદાએ સોનાનું બિસ્કિટ મંગાવ્યું હતું. તે બિસ્કિટ ખરીદવા માટે અમિત પાસે પૈસા ન હોવાથી મિત્રો પાસેથી ઉછીના લઈને અમિતે ૨૦ ગ્રામનું સોનાનું બિસ્કિટ મોકલાવ્યું હતું. તેના સાળાના લગ્નમાં અમિતના ભાઈ-ભાભી પણ ગયા હતા. જ્યારે નોકરીમાંથી રજા ન મળતા અમિત આવી શક્યો ન હતો.
સાળાના લગ્ન પછી રચનાબેને સાસુને ફોન કરીને જણાવ્યું હતું કે, રાજકોટથી નીકળુ છું, તમે મારી રસોઈ બનાવી રાખજો તે પછી બપોર સુધી રચનાબેન જામનગર ન આવતા અમિતની માતાએ પુત્રવધૂને ફોન કરતા તેણીએ હવે હું સાઉદી પણ નહી જાવ અને જામનગર પણ નહી આવું તેમ કહ્યું હતું અને તેની માતાએ ફોન લઈ લીધો હતો અને અમિત આવશે ત્યારે વાત થશે તેમ કહી ફોન કટ કર્યાે હતો. અમિતની માતાએ પુત્રને તેની વાત કરતા સાઉદીથી બીજા જ દિવસે અમિત રાજકોટ પહોંચ્યો હતો. તેણે જામનગરથી આવેલા માતા-પિતા, ભાઈ-ભાભી સાથે રચનાના ઘેર જઈ સમજાવટ કરી હતી પરંતુ તેના સસરાએ મારી પુત્રી તમારા ઘરે નહી આવે તેમ કહી દીધુ હતું. તે પછી તા.૧૮-૪-ર૪ના દિવસે વડીલોની હાજરીમાં સમાધાન કરી રચનાને જામનગર તેડી લાવવામાં આવી હતી. જ્યાં બાળકોને સાળામાં દાખલ કરાયા હતા અને અમિત સાઉદી નોકરી પર હાજર થયો હતો.
દર મહિને ભારત આવતા અને જુદી જુદી જગ્યાએ પરિવારને ફરવા પણ લઈ જતો હતો તે દરમિયાન તા.૩-૩-રપના દિને અમિત ભારત આવ્યો ત્યારે રચનાબેન છોકરાઓને ખેંચી ગયા હતા અને મહિલા પોલીસને બોલાવી હતી. રચનાની ભાભી અને માતાએ રચનાને બે-ત્રણ દિવસ રોકાવા લઈ જઈએ છીએ તેમ કહીને રાજકોટ લઈ ગયા પછી આજ દિવસ સુધી રચના કે બાળકોને ન મોકલતા અને અમિતે તે માટે પ્રયત્ન કરતા રચના અને તેના પરિવારે ફોન ઉપાડ્યા ન હતા અને અમિતના નંબર બ્લોક કરી નાખ્યા હતા.
તે દરમિયાન અમિત બાળકોને મળવા તા.૧૦-૧૦-રપના દિવસે સાળાએ જતા ત્યાં રચના તેમજ તેના ભાઈ-ભાભી અને ચાર-પાંચ ગુંડા જેવા લાગતા શખ્સો આવ્યા હતા જ્યાં રચનાની ભાભીએ અમિતની આંખમાં કેમિકલવાળો સ્પ્રે છાંટયો હતો અને અમિતને માર મારવામાં આવ્યો હતો. તે ઉપરાંત મહિલા પોલીસને બોલાવી અમિતની અટકાયત પણ કરાવી હતી. પોલીસ સ્ટેશનમાં કેસ કર્યાે હોય તેવી નોટીસની બજવણી કરાવી હતી. આમ, અમિતના સમાધાનના અનેક પ્રયત્ન પછી પણ અને સંસારીક જીવનમાં કંઈ તકલીફ ન હોવા છતાં રચના તેની ભાભીની ચઢામણીથી લગ્નજીવનને ભંગાણ તરફ લઈ જતા આખરે અમિતે જામનગરની અદાલતમાં છૂટાછેડા મેળવવા માટે પીટીશન દાખલ કરી છે. અમિતભાઈ તરફથી વકીલ રાજેશ કનખરા, ભાવિક નાખવા, યશ કટારમલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial