Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતદેહો તથા જીવીત ખલાસીઓને પરત લાવવા અનુરોધઃ
સલાયા તા. ૧૦: સલાયાના એક જહાજે ઓમાનના દરિયામાં સમાધી લીધી છે. તેમાં રહેલા ૧૪ ખલાસીમાંથી બેના મૃત્યુ નિપજ્યા છે. જીવીત ખલાસીઓને પરત લાવવા અને તમામ સહાય પુરી પાડવા અગ્રણી દ્વારા અનુરોધ કરાયો છે.
સલાયાનું મહેબુબ-એ-બુખારી નામનું અને બીડીઆઈ ૧૪૧૫ નંબરનું રજીસ્ટ્રેશન ધરાવતું વહાણ ગઈ તા.૩ના દિવસે દુબઈથી જનરલ સામાન ભરી જીબુટી જવા માટે રવાના થયું હતું. આ માલવાહક જહાજમાં સલાયાના યાસીન નુરમામદ ગંઢાર તથા ઈમરાન ઈશાક ભાયા સહિતના ૧૪ ખલાસી હતા.
ઓમાનના દરિયામાં તાજેતરમાં સર્જાયેલા ખરાબ હવામાનના પગલે આ જહાજના બંને મુખ્ય એન્જિન ફેઈલ થઈ જતા જહાજ ડૂબી ગયું હતું. ટંડેલે તેને બચાવવાના કરેલા પ્રયાસો નિષ્ફળ જતા તેણે તમામ ખલાસીઓને જીવ બચાવવા દરિયામાં કૂદી પડવા આદેશ કરતા તમામ ખલાસી દરિયામાં કૂદ્યા હતા.
આ ખલાસીઓમાંથી ૧ર ખલાસીને નજીકમાંથી પસાર થતા ભારતના અલ-હાજી-હસન તથા શકીના-અલ-નુરએ ઈલાહી નામના બે જહાજમાં ઉગારી લેવામાં આવ્યા હતા. જ્યારે યાસીન ગંઢાર તથા ઈમરાન ભાયા દરિયાના અફાટ પાણીમાં ગુમ થઈ ગયા હતા અને તેઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર થયંુ છે. ઈન્ડિયન સેલીંગ વેસલ્સ એસો.ના સેક્રેટરી અને સલાયાના આદમ ભાયાએ સંબંધિત તંત્રોને તેની જાણ કરી છે અને જીવીત ખલાસીઓને પરત લાવવા માટેની કાર્યવાહી પુરી કરવા અનુરોધ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial