Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આશા વર્કર બહેનોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદન

રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદનપત્ર તૈયાર કરી

                                                                                                                                                                                                      

આશા વર્કર બહેનોના વેતન, સામાજિક સુરક્ષા સહિતના મુદ્દે આશા વર્કર બહેનોએ પ્રધાનમંત્રી, કેન્દ્રિય આરોગ્ય મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. સ્વાસ્થ્ય એવં પરિવાર મંત્રાલય વિભાગ હસ્તક દસ લાખથી વધુ આશા વર્કરો કાર્યરત છે. તા. ૧૧-૯-ર૦૧૮ ના પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ મારફત આશાવર્કરો સાથે સંવાદ કર્યો હતો અને વર્કરોનું ઈન્સેન્ટીવ બમણું કરવાની જાહેરાત કરી હતી, પરંતુ કોઈ સુધારો-વધારો થયો નથી. આશા વર્કર્સ બહેનોએ વેતન, સામાજિક સુરક્ષા સહિતના મુદ્દે માંગણી પણ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું જેમાં અસંખ્ય બહેનો જોડાયા હતાં. ભારતીય મજદૂર સંઘ, અખિલ ભારતીય આશા કર્મચારી મહાસંઘના નેજાહેઠળ આ આવેદન પાઠવાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh