Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શખ્સ સામે કરાયા પાસા

સુરતની જેલમાં ધકેલી દેતી એલસીબીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના ગાંધીનગર વિસ્તારમાં વસવાટ કરતા એક શખ્સ સામે કરાયેલી પાસાની દરખાસ્ત મંજૂર થતાં આ શખ્સને સુરતની જેલમાં ધકેલી દેવાયો છે.

જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા શખ્સો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના અપાયા પછી જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મચ્છરનગર નજીકની શેરી નં.૪માં વસવાટ કરતા યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા સામે એલસીબીના પીઆઈ વી.બી. ચૌધરીથી સૂચનાથી પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી.

આ શખ્સ સામે દારૂબંધી ભંગનો ગુન્હો નોંધાયેલો હતો. તેની સામેની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા ગઈકાલે આ શખ્સની અટકાયત કરી તેને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh