Advertisement
Author: નોબત સમાચાર

સ્વામીનારાયણનગર નજીક ડ્રીમસિટીમાં ગંજીપાનાનો જુગાર, છ મહિલા ઝડપાયા

પટમાંથી રૂ।.૩૦,૮૦૦ કબજે કરી લેવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના સ્વામી નારાયણનગર નજીકની ડ્રીમ સીટીમાં ગઈકાલે સાંજે જાહેરમાં તીનપત્તી રમતા છ મહિલા સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. પટમાંથી રૂ।.૩૦૮૦૦ રોકડા તથા ગંજીપાના કબજે કરાયા છે.

જામનગરના સ્વામી નારાયણનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે કેટલાક મહિલાઓ જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના પીઆઈ એન.એમ. ગઢવીની સૂચનાથી પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે સ્વામીનારાયણનગરમાં ડ્રીમ સિટીની શેરી નં.૬માં રીનાબેન પટેલના મકાન પાસે દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી ગંજીપાના વડે તીનપત્તી રમતા રીનાબેન રમેશભાઈ પટેલ, હેમાબેન પરેશભાઈ ખુબચંદાણી, લતાબેન હરીશભાઈ હિન્દુજા, સુનિતાબેન જીતુભાઈ નાગપાલ, મધુબેન જેરામભાઈ વાછાણી, આશાબેન યોગેશભાઈ મેવાડા નામના છ મહિલા રૂ।.૩૦૮૦૦ રોકડા સાથે મળી આવ્યા હતા. પોલીસે જુગારધારા હેઠળ કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh