Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૬ઃ સરકારે અમરનાથ યાત્રાનું શેડયુલ ઘટાડયું છેે, ૩ જુલાઈથી શરૂ થશે અને ૯ ઓગષ્ટ સુધી એટલે કે કુલ ૩૮ દિવસ સુધી ચાલશેઃ ગયા વર્ષે અમરનાથ યાત્રા પર દિવસ સુધી ચાલી હતી.
આ વર્ષે અમરનાથ યાત્રાનો સમયગાળો ઘટાડવામાં આવ્યો છે. આ વખતે યાત્રા ૩ જુલાઈથી શરૃ થશે ૯ ઓગષ્ટ સુધી ચાલશે. એમ કુલ ૩૮ દિવસ સુધી ચાલશે. ગયા વર્ષે અમરનાથ યાત્રા ૫૨ દિવસ સુધી ચાલી હતી. પહલગામ આતંકવાદી હુમલા પછી, જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર યાત્રાધામની સુરક્ષા માટે એક મોટી સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી હતી. એક સુનિયોજિત યોજના બનાવી છે. સુરક્ષા માટે સીઆરપીએફ અને અન્ય અર્ધલશ્કરી દળોની કુલ ૫૮૧ કંપનીઓ તૈનાત કરવામાં આવશે.
આ ઉપરાંત, જમ્મુ-કાશ્મીર પોલીસ પણ હાજર રહેશે. તમામ સુરક્ષા માર્ગોનું સુરક્ષા ઓડિટ અને ડિજિટલ મેપિંગ કરવામાં આવ્યું છે. સીઆરપીએફ ડીજી પોતે પહેલગામ ગયા છે અને સુરક્ષાની સમીક્ષા કરી છે. દરેક યાત્રાળુ અને પોની સવાર માટે ડિજિટલ ઓળખ કાર્ડ બનાવવામાં આવશે.
યાત્રાના કાફલામાં જામર હશે જેથી આઈઈડી વિસ્ફોટ જેવી ઘટનાઓને અટકાવી શકાય. સુરક્ષા કર્મચારીઓ પાસે સેટેલાઇટ ફોન હશે. યાત્રીઓ અને વાહનોમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) હશે. યાત્રામાં પોલીસ અને સીઆરપીએફની અલગ-અલગ સમર્પિત પીસીઆર વાન હશે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અટલ દુલ્લૂ, ડીજીપી નલિન પ્રભાત અને ગળહ મંત્રાલય, સેના, અર્ધલશ્કરી દળો, જમ્મુ અને કાશ્મીર પોલીસ, નાગરિક વહીવટ અને કેન્દ્ર અને કેન્દ્રશાસિત -દેશની ગુપ્તચર એજન્સીઓના અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહૃાા હતા.
ગૃહમંત્રી અમિત શાહે કહૃાું હતું કે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્ર યાત્રાળુઓને તમામ જરૃરી સુવિધાઓ પૂરી પાડવા માટે કોઈ કસર છોડશે નહીં. તેમણે ટ્વિટર પર પોસ્ટ કર્યું, ''અમરનાથ યાત્રા માટે સમીક્ષા બેઠક યોજી અને યાત્રાળુઓ માટે સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું. અત્યંત સતર્કતા જાળવવા અને પવિત્ર યાત્રાનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી.''
અમરનાથ યાત્રાનો સમયગાળો ઘટાડવાનો નિર્ણય પહલગામ આતંકવાદી હુમલા પહેલા લેવામાં આવ્યો હતો. તેનો સુરક્ષા મુદ્દાઓ સાથે કોઈ લેવાદેવા નથી. યાત્રાની તારીખો હવામાનના આધારે નક્કી કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial