Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમની ટીમ રાજસ્થાન ધસી ગઈઃ
જામનગર તા. ૬ઃ દ્વારકા જિલ્લાના એક આસામીને શેરબજારમાં રોકાણ કરવાથી બમણો લાભ થઈ શકે છે તેવી આંબા આંબલી બતાવી ટેલીગ્રામ મારફતે સંપર્કમાં આવેલા એક શખ્સે રૃા.૧ લાખ ૧૦ હજાર પડાવી લીધા હતા. તેની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં થયા પછી પોલીસે રાજસ્થાન ધસી જઈ એક આરોપીને પકડી પાડ્યો છે.
વર્તમાન સમયમાં ઈન્ટરનેટનો વ્યાપ વધ્યો છે ત્યારે અને તમામ વર્ગના લોકો કોમ્પ્યુટર અથવા મોબાઈલ પર તેનો ઉપયોગ કરતા થયા છે. તે સમયમાં કેટલાક તકસાધુ લોકો છેતરપિંડી, વિશ્વાસઘાત આચરી રહ્યા છે. તે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયાની ટેલીગ્રામ એપ પર શેર ટ્રેડીંગની જાહેરાત કરી એકના ડબલની લાલચ આપી એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરાઈ હોવાનો ગુન્હો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
આ આસામીને ટેલીગ્રામ પરથી સંપર્કમાં લઈ અમૂક શખ્સોએ શેર માર્કેટમાં રોકાણ કરવાનું કહી બમણા નફાની લાલચ બતાવી ક્યુઆર કોડ તથા યુપીઆઈથી રૃા.૧ લાખ ૧૦ હજાર પડાવી લીધા હતા. તેની તપાસ પીઆઈ વી.કે. કોઠીયા તથા સ્ટાફ દ્વારા શરૃ કરાઈ હતી.
તપાસમાં એક આરોપીનંુ લોકેશન રાજસ્થાનના ઉનીયારા તાલુકાના નાહરા ગામમાં નીકળ્યું હતું. જેના પગલે ત્યાં ધસી ગયેલી સાયબર ક્રાઈમ પોલીસે રામરેસ મદનલાલ મીના નામના વીસ વર્ષના શખ્સની અટકાયત કરી લીધી છે. તેની પૂછપરછમાં આ શખ્સે દ્વારકા જિલ્લાના આસામીને શેર ટ્રેડીંગ કરી લાભ મેળવવાની લાલચ બતાવી છેતરપિંડી આચર્યાનું કબૂલ્યું છે. આ શખ્સે ત્રણ એકાઉન્ટના માધ્યમથી ઉપરોક્ત રકમ પડાવી લીધી હતી. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ ઘનિષ્ઠ બનાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial