Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તત્કાલિન ડેપો મેનેજરે નોંધાવી હતી ફોજદારીઃ
જામનગર તા. ૬ઃ જામનગરના કાલાવડ નાકા બહાર આવેલ એસટી ડેપો વર્કશોપમાં ડીઝલ ચોરી થતી હોવાની શંકા પરથી જે તે વખતના સિક્યુરિટી ઓફિસર અને બે ડ્રાઈવર સામે તત્કાલિન ડેપો મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં ત્રણેય આરોપીનો છૂટકારો થયો છે.
જામનગરના એસટી ડેપોમાં આવેલા વર્કશોપના પંપમાંથી ડીઝલ ચોરી કરી તેનું બારોબાર વેચાણ કરાતું હોવાની બાતમી મળતા એસટી વિભાગના અધિકારીઓના ઈન્સ્પેક્શન દરમિયાન ડીઝલ રજીસ્ટરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડીઝલનો જથ્થો બારોબાર વેચાણ થઈ ગયો હોવાનું ખૂલવા પામ્યંુ હતું.
તે અંગે તપાસ કરાતા આ ડીઝલ ચોરીમાં ડ્રાઈવરો અને સિક્યુરિટી ઓફિસરની સંડોવણી હોવાનું ખૂલતા નવીનભાઈ પટેલ સિક્યુરિટી ઓફિસર, અશ્વિનગીરી ગોસ્વામી અને રમેશ ચૌધરી વગેરે સામે ડીઝલ ચોરી કરી બારોબાર વેચાણ કરવા અંગેનો ગુન્હો તત્કાલિન ડેપો મેનેજર ખોડાભાઈ મકવાણા દ્વારા જાહેર કરવામાં આવતા આરોપીઓની પોલીસે અટકાયત કરી હતી.
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, એસટી કોર્પોરેશન તે એક પબ્લીક ટ્રાન્સપોર્ટ છે અને તે જે ડીઝલની ચોરી કરવામાં આવી હતી તે સામાન્ય પબ્લીકની મૂડી છે. તેથી આરોપીઓને સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે ફરિયાદ સાબિત થઈ નથી, પંચ ફરી ગયા છે, અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી સિક્યુરિટી ઓફિસર નવીન પટેલ તથા ડ્રાઈવર અશ્વિનગીરી અને રમેશ ચૌધરીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial