Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાર્બન ફૂટ પ્રિન્ટમાં વાર્ષિક પ૪૬૪૮ ટનનો ઘટાડો કરશેઃ
જામનગર તા. ૬ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ર૧ મેગાવોટનો વિન્ડ પાવર પ્લાન્ટ જામથજોધપુર પંથકમાં નાખવામાં આવનાર છે. આ અંગેનો નિર્ણય અમદાવાદ મહાનગર પાલિકાની મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં લેવાયો છે.
ર૧ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે બે વખત ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતાં, પરંતુ કોઈએ ભાગ લીધો ન હતો, પરંતુ ત્રીજીવારના ટેન્ડરમાં બે કંપનીઓ જોડાઈ હતી. તેમાંથી એક કંપની ફાઈનલ થતા જામજોધપુરમાં ર૧ મેગાવોટનો પવનચક્કી પ્લાન્ટ સ્થાપવા મંજુરી અપાઈ છે.
આ કંપની પ્લાન્ટ ઊભો કરશે અને ૧૦ વર્ષનો ઓપરેશન મેન્ટનન્સનું કામ પણ સંભાળશે. આ માટે રૃા. ર૧૩.૧પ કરોડ ચૂકવાશે.
આ પવનચક્કી પ્રોજેક્ટમાંથી વર્ષે પ૯.૪ મિલિયન વીજળી-યુનિટ વીજળી ઉત્પન્ન થશે, અને વર્ષ ર૮.૧૪ કરોડની રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થવાનો અંદાજ છે અને કાર્બન ફૂટ પ્રિન્ટમાં વાર્ષિક પ૪૬૪૮ ટનનો ઘટાડો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial