Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રહ્મપુરીમાં મંડળીના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ
જામનગર તા. ૬ઃ જામનગર મહાનગરપાલિકા સફાઈ કર્મચારી કો.ઓપ. એન્ડ કન્ઝ. સો.લિ. ની ૪૫મી વાર્ષિક સાધારણ સભા તા. ૨૫-૫-૨૫ના બ્રહ્મપુરીની વાડી, કે.વી.રોડ, જામનગરમાં મંડળીના પ્રમુખ વિજયભાઈ પી. બાબરીયાના અધ્યક્ષસ્થાને મળેલ. વાર્ષિક સાધારણ સભાની શરૃઆત ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વર્ષ ૨૦૨૪-૨૫માં ચાલુુ નોકરીએ અવસાન પામનાર સભાસદ માટે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તે પછી મંડળીના હિસાબનીશ ભદ્રેશભાઈ વોરાએ વર્ષ ૨૦૨૪-૨૫ની વાર્ષિક સા. સભાની કાર્યવાહી શરૃ કરી એજન્ડા મુજબ ઠરાવોનું વાચન કર્યું હતું, જેને સભાએ સર્વાનુમતે હાથ ઉંચો કરી બહાલી આપી હતી.
આ સભાના અધ્યક્ષ વિજયભાઈ બાબરીયાએ મંડળીની પ્રગતિ વિશે માહિતી રજુ કરી હતી. ખૂબજ ટૂંકા ગાળામાં રૃા. ૫ લાખ જેવું ધિરાણ મંડળીના દરેક સભ્યોને સહેલાઈથી મળી રહે તેવા પ્રયત્નો વર્ણવતા કહ્યું હતું કે મંડળીએ ૨૦૨૪-૨૫ના વર્ષમાં રૃા. ૫૦ લાખથી વધુનો ચોખ્ખો નફો કરેલ જે ગત વર્ષ કરતા રૃા. ૪ લાખ વાધરે રહેલ છે. જે મંડળીના વહીવટ પારદર્શકતા બતાવે છે. મંડળીએ ૩ કરોડ ૫૦ લાખથી વધારેની થાપણ મેળવેલ છે. મંડળીએ ૭૫૭.૬૩ લાખનું સભાસદ ધિરાણ કરેલ છે.
મંડળીની પ્રગતિને ધ્યાને લઈ સભાના અધ્યક્ષે વર્ષ ૨૦૨૪-૨૫નું ડિવિડન્ડ ૧૫% જાહેર કરેલ છે. ઉપરાંત આગામી વર્ષ થી ડિવિડન્ડ વધારાનો લાભ સભાસદોને મળી રહે તે અંગે મંડળીના પેટાનિયમમાં સુધારો કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત અત્યાર સુધી સહકારી પરિપત્ર મુજબ સભાસદ ભેટ રૃા. ૭૫૦/- સુધીની અપાતા હતા તેમાં પણ સુધારો કરી આગામી વર્ષથી રૃા. ૧૨૫૦/- સુધીની ભેટ મળી રહે તે અંગેના ઠરાવને વાર્ષિક સાધારણ સભાએ સર્વાનુમતે બહાલી આપી હતી.
ગત વર્ષ દરમ્યાન મંડળીના અવસાન પામનાર સભાસદ ભાઈ-બહેનોને તેમની ઉત્તરક્રિયા પહેલા રૃા. ૫૦,૦૦૦/- આપી તેમજ સભાસદોને ગંભીર બીમારી જેવી કે કેન્સર, ટી.બી. હૃદયરોગની બીમારી સહાય માટે રૃા. ૨૦,૦૦૦/- આપી મંડળી આર્થિક મદદ કરે છે. આગામી દિવસોમાં સભાસદોના કલ્યાણ માટે સભાસદોને બીજે ક્યાંયથી ધિરાણ ન લેવું પડે તે માટે વખતો વખતના પગાર વધારા બાદ લોનમાં પણ વધારો કરવાનું અમારી વિચારણા હેઠળ છે. અવસાન સહાય, બીમારી સહાય ઉપરાંત સભાસદને મદદરૃપ થતી કલ્યાણકારી યોજનાઓમાં સમયે-સમયે ઉમેરો કરવાનું અમારી વિચારણા હેઠળ છે.
મંડળીના મુખ્ય પ્રયોજક અને પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ બાબરીયા તથા સમાજના અગ્રણી પી.સી.વાણીયા, અમિત પરમારે મંડળીની પ્રગતિ તેમજ પારદર્શક વહીવટની પ્રશંસા કરીને મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
મંડળીની વ્યવસ્થાપક સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના વર્ષ દરમ્યાન નોકરીમાંથી નિવૃત્ત થયેલ મંડળીના સભાસદોને ફૂલહાર તથા શાલ ઓઢાડી, નિવૃત્ત સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સભામાં બહોળી સંખ્યામાં સભાસદ ભાઈઓ-બહેનો તેમજ સમાજના આગેવાનો મહેશભાઈ સોલંકી, પ્રમુખ ઃ શંકરટેકરી વલ્લભનગર પંચાયત, આર.કે.મકવાણા, કે.ડી.રાઠોડ-મહામંત્રી, મહાપંચાયત, લક્ષ્મણભાઈ પુરબીયા-પ્રમુખ સમાતવાસ પેટાપંચાયત, મનજીભાઈ નાથાભાઈ વાઘેલા-પ્રમુખ, ન્યુ પટેલનગર, હીરાભાઈ પરમાર, પ્રતાપનગર વાડીવાસ, હરીશભાઈ બાબરીયા, પ્રમુખ બેડેશ્વર પેટા પંચાયત, અમિતભાઈ પરમાર, રામવાડી પેટા પંચાયત, ડી.પી. પુનાણી, ઉપપ્રમુખ મહાપંચાયત, પરસોતમભાઈ નરેશભાઈ વાઘેલા, ઉપપ્રમુખ મહાપંચાયત, કીશનભાઈ મુળજીભાઈ વાઘેલા, પ્રમુખ- મોટી આશાપુરા વાસ, મનજીભાઈ બાબરીયા, મંત્રી- મહાપંચાયત, ચોથા વર્ગ કર્મચારી મહામંડળ પ્રદેશ અધ્યક્ષ અનીલભાઈ બાબરીયા, તુલસીભાઈ વાળા, અશોકભાઈ મકવાણા, સી.કે.વાઘેલા, લખનભાઈ વાળા, સી.ડી.મકવાણા, મહામંત્રી વોર્ડ નં.૧૬, સફાઈ કર્મચારી યુનિયન પ્રતિનિધિ, મહેશભાઈ બાબરીયા, અજીતભાઈ નારોલા, મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ શાખાના એસ.એચ.આઈ.ઓ તેમજ બહોળી સંખ્યામાં મંડળીના હિતેચ્છુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
૪૫મી વાર્ષિક સાધારણ સભાનું સંચાલન હરીશભાઈ મકવાણા તથા મંડળીના હિસાબનીશ ભદ્રેશભાઈ વોરાએ જયારે સભાની વ્યવસ્થા મંડળીના મેનેજર દર્શનભાઈ સીસોદીયાએ સંભાળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial