Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીઓની પૂછપરછમાં ઘટસ્ફોટની શક્યતાઃ
જામનગર તા. ૬ઃ જામનગરની જી.જી. હોસ્પિટલના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા બે કર્મચારીએ ઈન્ચાર્જ તબીબી અધિકારીને વિશ્વાસમાં લઈ તેઓની સહી કરાવ્યા પછી છેલ્લા દોઢેક વર્ષમાં રૃા.૧૭ લાખ ૨૦ હજારની ઉચાપત કર્યાના કેસમાં બંને આરોપી ફરાર થઈ ગયા છે. તેઓ ઝડપાઈ જાય તે પછી વધુ વિગતો પ્રકાશમાં આવશે.
જામનગરની જી.જી. હોસ્પિટલની હિસાબી શાખામાં આઉટ સોર્સના બે કર્મચારીએ દોઢેક વર્ષમાં રૃા.૧૭ લાખ ૨૦ હજારની ઉચાપત કરી લીધાની પોલીસમાં આ વિભાગના ડો. કણસાગરા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના પગલે આ બંને કર્મચારીને ફરજમોકૂફ કરી દેવામાં આવ્યા હતા.
આ બનાવના ગાંધીનગર સુધી પડઘા પડ્યા પછી ગાંધીનગરથી તપાસ માટે ખાસ ટીમ જામનગર દોડી આવી હતી. આ ટૂકડીએ જી.જી. હોસ્પિટલની વહીવટી શાખામાં આઉટ સોર્સથી નોકરી પર રાખવામાં આવેલા ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યા જયેશભાઈ મુંગરાને નાણાકીય વહીવટ જેવી મહત્વની કામગીરી કાયમી કર્મચારીના બદલે તેઓને કેવી રીતે સોંપવામાં આવી? તેની તપાસ કરી હતી અને રિપોર્ટ રજૂ કર્યાે હતો.
પોલીસ ફરિયાદના પગલે સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ જે.પી. સોઢાએ તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે. ઉપરોક્ત બંને કર્મચારી હાલમાં ફરાર થઈ ગયા છે ત્યારે ફરિયાદી ડો. ભાવિન કણસાગરાએ જણાવ્યા મુજબ તેઓ આ કૌભાંડમાં કંઈ જાણતા નથી. તેઓએ અવારનવાર વાઉચરમાં સહી કરાવી જતા ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા મંુગરા પર રાખેલા વિશ્વાસના કારણે આ કર્મચારીઓએ તેમની પાસે સહી કરાવી લીધા પછી ગોટાળો કર્યાે છે. જો કે, તે વિગત ગળે ઉતરે તેવી નથી. બંને આરોપી પોલીસની ગિરફતમાં આવે તે પછી વધુ વિગતો બહાર આવશે તેમ લાગી રહ્યંુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial