Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ મહિનામાં ત્રીજી વખત ઘટાડો થતા રેપોરેટ પ.પ૦ ટકા થયોઃ ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી માહિતીઃ
મુંબઈ તા. ૬ઃ આરબીઆઈ એ આજે ફરી એકવાર મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરી છે. રેપોરેટમાં પ૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે લોકો માટે મોટી રાહત ગણવામાં આવી રહી છે. આ સાથે હવે રેપોરેટ પ.પ૦ ટકા થઈ ગયો છે. છેલ્લા છ મહિનામાં સતત ત્રીજી વખત આરબીઆઈ દ્વારા રેપોરેટમાં ઘટાડો કરાયો છે. અગાઉ ફેબ્રુઆરીમાં આરબીઆઈ એ રપ બેસિસ પોઈન્ટ અને તેના પછી એપ્રિલમાં રપ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, ત્યારપછી રેપોરેટ ૬.૦૦ ટકાએ આવી ગયો હતો. વ્યાજદરમાં ૦.પ૦ ટકાનો ઘટાડો થતા લોન સસ્તી થશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વ્યાજદર ૦.પ૦ ટકા ઘટાડીને પ.પ૦ ટકા કર્યો છે. આનો અર્થ એ છે કે આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે. તમારો ઈએમઆઈ પણ ઘટશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે ૬ જૂને સવારે ૧૦ વાગ્યે નાણાકીય નીતિ સમિતિની બેઠકના નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ બેઠક ૪ જૂને શરૃ થઈ હતી.
આ વર્ષે રેપોરેટમાં કુલ ૧ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજદર ૬.પ ટકાથી ઘટાડીને ૬.ર૫ ટકા કરવામાં આવ્યો હતો. આ ઘટાડો લગભગ પ વર્ષ પછી નાણાકીય નીતિ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારપછી એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં પણ વ્યાજદરમાં ૦.રપ ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે ત્રીજી વખત દર ઘટાડવામાં આવ્યો છે. એટલે કે નાણાકીય નીતિ સમિતિએ ત્રણ વખત વ્યાજદરમાં ૧ ટકા ઘટાડો કર્યો છે.
રેપોરેટમાં ઘટાડા પછી બેંકો હાઉસિંગ અને ઓટો જેવી લોન પરના વ્યાજદરો પણ ઘટાડી શકે છે. જો વ્યાજદર ઘટાડવામાં આવે તો હાઉસિંગની માગ વધશે. વધુ લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશે. આનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.
રેપોરેટ ઘટ્યા પછી બેંકો હાઉસિંગ અને ઓટો જેવી લોન પરના વ્યાજદરો પણ ઘટાડી શકે છે. બધી લોન સસ્તી થઈ શકે છે અને ઈએમઆઈ પણ ઘટશે. જો વ્યાજદર ઘટશે તો મકાનોની માગ વધશે. વધુ લોકોરિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશે.
મોનેટરી પોલિસી કમિટીમાં સભ્ય હોય છે. આમાંથી ૩ આરબીઆઈના છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. સામાન્ય રીતે આરબીઆઈની બેઠકો દર બે મહિને યોજાય છે. હાલમાં રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ ર૦રપ-ર૬ માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું હતું. આ નાણાકીય વર્ષમાં કુલ ૬ બેઠક યોજાશે. પહેલી બેઠક ૭-૯ એપ્રિલના યોજાઈ હતી.
કેન્દ્રિય બેંકના આ નિર્ણય પછી કાર અને હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે. રેપોરેટમાં ઘટાડો કરતી વખતે આરબીઆઈ એ કહ્યું કે આ પગલું દેશના રોકાણકારોને પૂરતી તક પૂરી પાડશે. વૈશ્વિક વિકાસની ધીમી ગતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત બનશે. ઉપરાંત સ્થાનિક માગ વધુ મજબૂત થશે.
રેપોરેટમાં ઘટાડાથી મોંઘવારીમાં પણ રાહત મળશે. રેપોરેટમાં ૦.પ૦ ટકાના બમ્પર ઘટાડા અંગે માહિતી શેર કરતા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેઠકમાં એસડીએફ દર પ.૭પ ટકાથી ઘટાડીને પ.ર૦ ટકા કરવામાં આવ્યો છે, જ્યારે એમએસએફ દર પણ ૬.રપ ટકાથી ઘટાડીને પ.૭પ ટકા કરવામાં આવ્યો છે. તેમણે નાણાકીય વર્ષ ર૦ર૬ માટે મોંઘવારીનો અંદાજ વ્યક્ત કરતા કહ્યું કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. એટલે તેને ૩.૭ ટકા પર રાખવામાં આવ્યો છે. અગાઉ તે ૪ ટકા વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે આરબીઆઈ ગવર્નરે કહ્યું કે બેઠકમાં કેશ રિઝર્વ રેશિયોને ૧૦૦ બેસિસ પોઈન્ટ ઘટાડીને ૪ ટકાથી ૩ ટકા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial