Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશમાં કેસની સંખ્યામાં ગુજરાત બીજા નંબરેઃ ૬૧૫ કેસ
નવી દિલ્હી તા. ૬ઃ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઝડપી વધારો જોવા મળી રહ્યો છે, જે ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૫૦૦૦ ને પાર કરીને ૫૩૬૪ પર પહોંચી ગઈ છે. કોવિડ-૧૯ હવે ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂક્યો છે, જેમાં કેરળ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં આ મહામારીના કારણે કેરળમાં બે દર્દીઓના મોત થયા છે, જ્યારે કર્ણાટક અને પંજાબમાં પણ એક-એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે.
રાજ્યવાર કોરોનાની સ્થિતિઃ
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કેરળમાં હાલમાં ૧૬૭૯ સક્રિય કેસ છે, જે દેશમાં સૌથી વધુ છે. ત્યાર બાદ ગુજરાતમાં ૬૧૫, પશ્ચિમ બંગાળમાં ૫૯૬, દિલ્હીમાં ૫૯૨ અને મહારાષ્ટ્રમાં ૫૪૮ સક્રિય કેસ નોંધાયા છે. કર્ણાટકમાં સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૫૧ થઈ ગઈ છે. જ્યારે તમિલનાડુંમાં આ આંકડો ૨૨૧ પર પહોંચ્યો છે. દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.
કોરોનાના સતત વધતા જતા કેસોને જોતા આરોગ્ય વિભાગ અને સરકાર એલર્ટ મોડમાં આવી ગયા છે. કેરળની હોસ્પિટલોમાં મોકડ્રિલના આદેશ આપવામાં આવ્યા છે. જેથી કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયારી કરી શકાય. હિમાચલ પ્રદેશમાં હોસ્પિટલ પરિસરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે, અને મંડીમાં કોવિડ માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે. હોસ્પિટલોમાં આવતા પાંચ ટકા ઈન્ફ્લુએન્ઝા અને સો ટકા ગંભીર તિવ્ર શ્વસન બીમારી સંબંધિત દર્દીઓની કોરોના તપાસ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો કોઈને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુઃખાવો જેવા લક્ષણો અનુભવાય તો નજીકના આરોગ્ય કેન્દ્રોમાં જાણ કરવા અપીલ કરવામાં આવી છે.
કોરોનાના કેસો જે ઝડપથી વધી રહ્યા છે તેને લઈને લોકોને પહેલા કરતા વધુ સતર્ક અને જાગૃત રહેવાની જરૃર છે. આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે માત્ર માસ્ક પહેરવું અને હાથ ધોવા પુરતા નથી, પરંતુ સ્વાસ્થ્યની નિયમિત દેખરેખ રાખવી પણ અત્યંત જરૃરી બની ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું પણ અત્યંત મહત્ત્વનું છે. સાવચેતી અને સાવધાન રહેવું જ આ મહામારી સામે લડવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial