Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાવેલ્સની ઓફિસ બહારથી મોબાઈલ, ટેબ્લેટના પાર્સલની ચોરી કરનાર બેલડીને દબોચી લેવાઈ

૧૨ મોબાઈલ તથા ૨ ટેબ્લેટવાળું પાર્સલ પોલીસે કબજે લીધુંઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬ઃ જામનગરની અંબર ચોકડીથી ગુરૃદ્વારા સર્કલ વચ્ચે આવેલી એક ટ્રાવેલ્સની ઓફિસની બહારથી ગયા રવિવારની સવારે એક પાર્સલની ચોરી થઈ હતી. તે પાર્સલમાં બાર મોબાઈલ અને બે ટેબ્લેટ હતા. ટ્રાવેલ્સ સંચાલકે તેની પોલીસમાં ગઈકાલે ફરિયાદ કર્યા પછી પોલીસે બેડેશ્વર પુલ નીચે ચોરાઉ મોબાઈલની ભાગબટાઈ કરતા બે શખ્સને દબોચી લઈ તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે. બંને આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ છે.

જામનગરના મેહુલનગર ટેલીફોન એક્સચેન્જ સામે આવેલા કૃષ્ણનગરમાં રહેતા અને ગુરૃદ્વારા સર્કલથી અંબર ચોકડી તરફ જવાના માર્ગ પર જય દ્વારકાધીશ નામનું ટ્રાવેલ્સ ચલાવતા મયુરભાઈ જેઠાભાઈ પોસ્તરીયા નામના આસામીએ ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા.૧ની સવારે બહારગામથી આવેલી તેમની ટ્રાવેલ્સની બસમાંથી જુદા જુદા શહેરોમાંથી આવેલા માલસામાન ભરેલા પાર્સલને ઉતારવામાં આવ્યું હતું. તે પાર્સલ ઓફિસની બહાર મૂકવામાં આવ્યા પછી સવારના સાડા ચાર વાગ્યાથી દસ વાગ્યા દરમિયાન તે પાર્સલની કોઈ શખ્સે ઉઠાંતરી કરી લીધી હતી.

સવારે ઓફિસે આવેલા મયુરભાઈને પાર્સલ ચોરાઈ ગયાની જાણ થતાં તેઓએ તપાસ કરાવતા તે પાર્સલમાં રીયલમી કંપનીના ત્રણ, ટેકનો કંપનીના બે, વીવો કંપનીના પણ બે, મોટોરોલા કંપનીનો એક, ઓપો કંપનીનો એક મોબાઈલ તેમજ અન્ય બે મોબાઈલ અને લેનોવા કંપનીના બે ટેબ્લેટ હોવાનું જણાઈ આવ્યું હતું. આમ કુલ રૃા.૧,૧૮,૫૦ની કિંમતના મોબાઈલ તથા લેપટોપ મળી ૧૪ વસ્તુની ચોરી થયાનું ખૂલ્યું હતું.

ટ્રાવેલ્સ સંચાલકે પોતાની ઓફિસની બહાર રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા ઉપરાંત અન્ય સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા હતા અને ગઈકાલે સિટી બી ડિવિઝનમાં તેની ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ એમ.વી. મોઢવાડીયા, સ્ટાફના દશરથસિંહ, સંજય પરમાર, જયદીપસિંહ, કલ્પેશ અઘારા, વિપુલ ગઢવીએ તપાસ શરૃ કરી હતી.

તે દરમિયાન ઉપરોક્ત ચોરાઉ મોબાઈલ, ટેબ્લેટ સાથે રાખી બે શખ્સ બેડેશ્વર પુલ નીચે ભાગબટાઈ કરતા હોવાની બાતમી મળતા ત્યાં દોડી ગયેલી પોલીસ ટીમે નવાગામ ઘેડમાં પંચાયત ઓફિસ પાસે રહેતા સન્ની જગદીશભાઈ સરવૈયા તથા ગોપાલ ચોકમાં રહેતા વિક્રમ સુરેશભાઈ પરમાર ઉર્ફે રોટી નામના બે કોળી શખ્સની અટકાયત કરી લીધી હતી.

આ બંને શખ્સને પોલીસે મથકે લઈ જઈ પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત પાર્સલ ચોરીની કબૂલાત આપી ચોરાઉ મોબાઈલ તથા ટેબ્લેટ કાઢી આપ્યા છે. પોલીસે રૃા.૧,૧૮,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સની રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh