Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકિલ અને જામનગરની મહિલા સામે
જામનગર તા. ૬ઃ વારસાઈ મિલકત હક્ક માટે સિવિલ કોર્ટમાં પ્રોબેટ સર્ટિફિકેટ મેળવવા માટે જામનગરની મહિલાએ અરજી કરી ખોટા વારસદાર ઊભા કરી રજીસ્ટ્રાર ઓફિસમાં સોગંદનામું રજુ કર્યું છે જેમાં ડમી વ્યક્તિ રજુ થતા અને કોર્ટમાં ખોટા દસ્તાવેજો રજુ કરાતા મહિલા અને વકિલ વગેરે સામે રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટનાં રજીસ્ટ્રાર નિલમબેન વ્યાસ પરથી મીનાબા રાજભા ચાવડા (રે. જામનગર) એડવોકેટ એમ.એસ.માણેક અને બોગસ સોગંદનામું રજુ કરનાર શખ્સો સામે ગાંધીગ્રામ-૨ પોલીસે ગુન્હો નોંધ્યો હતો.
મીનાબાએ રૈયા ગામની સીમમાં આવેલ એક જમીનના વિલ બનાવી પ્રોબેટ મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. આ સમયે તેણે રજીસ્ટ્રાર ઓફિસમાં કિરીટસિંહ દેવાજી ચૌહાણ અને ઘનશ્યામસિંહ દેવાજી ચૌહાણ (રે. નવાગામ-ઘેડ) ના નામે સોગંદનામું કરાવ્યું હતું. કિરીટસિંહ ચૌહાણને સોગંદનામું ૯-૪-૨૫ના કરાવ્યું હતું. આ સમયે ફોટા અને આધાર કાર્ડની નકલ સામે વકિલ, રજીસ્ટ્રાર નિલમબેન પાસે ગયા હતા. જ્યાં રજીસ્ટ્રારે ફોટો ચેક કર્યા પછી વકિલે ઓળખ તરીકે પોતાની સહિ કરી હતી.
આથી રજીસ્ટ્રારે ફોટો ચોંટાડી સોગંદનામું બનાવી સહિ સિક્કો મારી દીધા હતા. આવી જ રીતે ઘનશ્યામસિંહ ચૌહાણને સોગંદનામું કરાયું હતું. આ બંને દસ્તાવેજો કોર્ટમાં રજુ કરાયા હતા.
કોર્ટમાં દિવાની પરચુરણ અરજી ચાલતા કિરીટસિંહ અને ઘનશ્યામસિંહને બોલાવી કોર્ટ રૃબરૃ જુબાની લેવાઈ હતી. જેમાં બન્નેએ સોગંદનામું રજુ કર્યું ન હોવાથી બંને આધાર કાર્ડની કોપી બરાબર હોય, પરંતુ ફોટા તેમના ન હોવાનું નિવેદન આપ્યું હતું.
આથી આરોપીઓના બંને વ્યક્તિના સોગંદનામાંમાં બીજા ડમી શખ્સે એ રજુ કરી સોગંદનામું બનાવ્યું હતું અને કોર્ટમાં ખોટો દસ્તાવેજ પુરાવો રજુ કરતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial