Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૬ઃ જામનગરમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વી.વાય.ઓ.) દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં સહયોગથી પટેલ સમાજ રણજીતનગરમાં થેલેસેમિયા પરીક્ષણનાં ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાનાં પ્રણેતા પૂ.પા.ગો.શ્રી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય દ્વારા દેશભરમાં થેલેસેમિયાના ૧ કરોડ પરીક્ષણ કરવાનાં સંકલ્પ અંઓઆ કાર્યક્રમ યોજાયો હતો.
કેમ્પમાં કુલ ૨૦૦ વ્યક્તિનાં પરીક્ષણ થયા હતાં. વિક્રમી કહી શકાય એટલી સંખ્યામાં કેમ્પમાં પરીક્ષણ થતા સમગ્ર આયોજન સાર્થક થયુ હતું. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા સહિતનાં આગેવાનોએ કેમ્પની મુલાકાત લીધી હતી અને સંસ્થાનાં આરોગ્યલક્ષી સેવાયજ્ઞને બિરદાવ્યો હતો.
કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં વાઇસ ચેરમેન ડો.અવિનાશભાઇ ભટ્ટ, વિહારી છાંટબાર, દિપાબેન સોની,નિકુલદાન ગઢવી સહિતનાં લોકોનો પણ સહયોગ સાંપડ્યો હતો.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વી.વાય.ઓ. નાં જામનગર પ્રભારી સુરેશભાઇ કાછડીયા, પ્રેસિડેન્ટ દિપકભાઇ વૈષ્ણવ, યુવા વિંગ પ્રેસિડેન્ટ કેવલભાઇ ગુસાણી, જામનગર વુમન વિંગ્સ પ્રેસિડેન્ટ આરતીબેન હિરપરા તથા જામનગરનાં પૂર્વ પ્રભારી અરજણભાઇ સોજીત્રા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial