Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના પાટણ રોડ પર બાઈકને મોટરે ઠોકર મારતા દંપતી ખંડિત થયું

કુરંગા પાસે રાજકોટના પરિવારની મોટર પુલ નીચે ખાબકીઃ પાંચને થઈ ઈજાઃ

જામનગર તા. ૪ઃ જામજોધપુરના પાટણ રોડ પર ગઈકાલે બપોરે એક બાઈક સાથે મોટર ટકરાઈ પડતા સર્જાયેલા અકસ્માતમાં દંપતી ખંડિત થયું છે. જામજોધપુરના યુવાનનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે. તેમના પત્ની ઘવાયા છે જયારે નંદાણા પાસે બાઈક આડે કોઈ જનાવર ઉતર્યા પછી એક યુવાનનું મૃત્યુ થયું છે. બીજાને ઈજા થઈ છે. આરંભડા પાસે સ્કૂટર સાથે બાઈક ટકરાતા એક યુવકને ફ્રેક્ચર થઈ ગયું છે. ખંભાળિયામાં બે બાઈક ટકરાઈ પડતા વકીલને ઈજા થઈ છે. રાજકોટથી દ્વારકા જતા પરિવારની મોટર કુરંગા પાસે પુલ નીચે પડી જતાં પાંચને ઈજા થઈ છે.

જામજોધ૫ુર શહેરની તિરૃપતિ સોસાયટીમાં બાલાજી ચોકમાં રહેતા મનસુખભાઈ ગોવિંદભાઈ સવસાણીના ભાઈ કિશોરભાઈ ગઈકાલે સવારે જીજે-૧૦-ડીડી ૯૭૪૯ નંબરના મોટરસાયકલ પર પત્ની પુષ્પાબેન સાથે જામજોધપુરથી પાટણ તરફના રોડ પર જતા હતા.

તેઓ જ્યારે એક મંદિર નજીક પહોંચ્યા ત્યારે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૩-સીઆર ૭૪૦૮ નંબરની હ્યુન્ડાઈ કંપનીની વર્ના મોટરે તેમની સાથે અકસ્માત સર્જયો હતો. બાઈક પરથી ફંગોળાયેલા કિશોરભાઈને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પુષ્પાબેનને પણ ઈજા થઈ છે.

અકસ્માતની જામજોધપુર પોલીસ મથકમાં મનસુખભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

રાજકોટથી એક પરિવાર દ્વારકા દર્શન માટે વોક્સ વેગન મોટરમાં રવાના થયા પછી આ મોટર ભાટીયા-દ્વારકા ધોરીમાર્ગ પર કુરંગા ગામ પાસે પહોંચી ત્યારે કોઈ રીતે તેના ચાલકે કાબુ ગુમાવતા ફંગોળાયેલી મોટર પુલ પાસે મુકવામાં આવેલા બેરીકેડ તોડીને પુલની નીચે ખાબકી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં ૧૦૮ ધસી આવી હતી. તેના સ્ટાફે તથા ત્યાં હાજર લોકોએ મોટરમાંથી પાંચ વ્યક્તિને બહાર કાઢયા હતા જેમાંથી બે વ્યક્તિને દ્વારકા તથા ત્રણને લીંબડી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. મોટરમાંથી મળી આવેલો પર્સ, મોબાઈલ સહિતનો સામાન ૧૦૮ના સ્ટાફે પરિવારને સુપ્રત કર્યાે હતો. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.

ખંભાળિયા તાલુકાના ધરમ પુર ગામમાં રહેતા અતુલભાઈ મનજીભાઈ ચોપડા અને હાર્દિક ભાઈ નામના યુવાનો રવિવારે રાત્રે દ્વારકાથી ખંભાળિયા તરફના રોડ પર કલ્યાણપુર પાસે ઉગમણીઆઈ પેટ્રોલપંપ નજીકથી બાઈકમાં જતા હતા ત્યારે અચાનક રોડ પર કોઈ જનાવર આવી જતાં તેની સાથે તેમનું જીજે-૩૭-એન ૧૯૭૮ નંબરનું બાઈક ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા અતુલભાઈનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે હાર્દિકને ઈજા થઈ છે. જીજ્ઞેશભાઈ મનજીભાઈ ચોપડાએ પોલીસને જાણ કરી છે.

ઓખામંડળના આરંભડા ગામની વીરપુરધામ સોસાયટી પાસે રહેતા યશ અશોકભાઈ ગોહેલ તથા તેમના મોટાભાઈ વિશાલ ગોહેલ ગઈ તા.૨૯ની સવારે સ્કૂટર પર આરંભડા સીમ પાસેથી જતા હતા ત્યારે સામેથી ટ્રકને ઓવરટેક કરતા એક બાઈકના ચાલકે અકસ્માત સર્જતા વિશાલને ઈજા થઈ છે.

ખંભાળિયા શહેરના બેઠક રોડ પર સતવારા બોર્ડિંગ સામે રહેતા વકીલ સંજયભાઈ વેજાણંદભાઈ આંબલીયા સોમવારે રાત્રે બાઈક પર રેલવે સ્ટેશન રોડ પર જીવીજે સ્કૂલ નજીકથી જતા હતા ત્યારે સામેથી આવતું એક બાઈક ટકરાઈ પડતા સંજયભાઈને ઈજા થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh