Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પર્ધકો તા. ૨૦ ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશેઃ
ખંભાળિયા તા. ૩: રાજ્ય સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત કમિશ્નરશ્રી, યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનુ જતન થાય તેમજ તથા કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલા મહાકુંભ સ્પર્ધા યોજાય છે. કલા મહાકુંભમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી પ્રતિભા ધરાવનાર અલગ-અલગ વય જૂથના કલાપ્રેમીઓની પસંદગી પામેલ કૃતિઓની તાલુકા, જિલ્લા વગેરે કક્ષાઓમાં તંદુરસ્ત સ્પર્ધા યોજાશે.
આ વર્ષે કલા મહાકુંભમાં ૬ થી ૧૪ વર્ષ (તા.૦૧-૦૧-૨૦૧૧ થી ૩૧-૧૨-૧૮ વચ્ચે જન્મેલા), ૧૫ થી ૨૦ વર્ષ (તા.૦૧-૦૧-૦૫ થી ૩૧-૧૨-૧૦ વચ્ચે જન્મેલા), ૨૧ થી ૫૯ વર્ષ (તા.૦૧-૦૧-૧૯૬૬ થી ૩૧-૧૨-૨૦૦૪ વચ્ચે જન્મેલા) અને ૬૦ વર્ષથી ઉપરના (તા.૩૧-૧૨-૧૯૬૫ પહેલા જન્મેલા)એમ કુલ ચાર વયજૂથમાં સ્પર્ધા યોજાશે.
તાલુકા કક્ષાએ વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત / ભજન, તબલા, હાર્મોનિયમ (હળવું) એમ કુલ ૧૪ કૃતિના અરજી ફોર્મ તાલુકા કક્ષાના કન્વીનરને તા.૦૧ થી ૨૦ ડીસેમ્બર સુધીમાં પહોંચાડવાના રહેશે.
ખંભાળીયા તાલુકાકક્ષા કન્વીનર, વજસીભાઇ ગોજીયા, પી.ડી. શાહ માધ્યમિક શાળા બજાણા (મો.૯૩૭૬૧ ૫૧૦૦૦) અને સહ કન્વીનર ભીમસીભાઇ ગોજીયા માધ્યમિક શાળા-મોટી ખોખરી(૯૮૨૫૬૯૮૨૧૧), ભાણવડ તાલુકા કન્વીનર નિલેષભાઇ ગલીયા, બી.આર. સી., ભાણવડ (૯૦૧૬૯ ૦૫૭૦૮), કલ્યાણપુર તાલુકા કન્વીનર પ્રિયંકભાઇ પરમાર એલ.એન.પી. હાઇસ્કુલ-ભાટીયા (૯૪૨૮૩ ૨૦૦૧૧), દ્વારકા તાલુકા કન્વીનર, મેરામણભાઇ એ.ગોજીયા, શ્રી સરસ્વતી વિદ્યાલય-વરવાળા (૯૪૨૬૫ ૭૦૩૬૪) અને સહ કન્વીનર વજસીભાઇ ગોજીયા, હિરજીબાપા માધ્યમિક શાળા-દ્વારકા (૯૪૨૭૨૪ ૦૩૦૭) રહેશે.
જિલ્લા કક્ષાએ કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલ બેન્ડ, ઓર્ગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) એમ કુલ ૯ કૃતિઓ અને પ્રદેશ કક્ષાએ સિતાર, ગીટાર, વાંસળી, વાયોલિન, કુચિપુડી, ઓડિસી, મોહિની અટ્ટમ એમ કુલ ૭ કૃતિ તેમજ રાજ્યકક્ષાએ પખાવજ, મૃદંગમ, રાવણહથ્થો, જોડિયા પાવા, સરોદ, સારંગી અને ભવાઇ એમ કુલ ૭ કૃતિઓની સ્પર્ધાઓ યોજાશે.
આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ યોજાનાર ૧૪ કૃતિઓમાં ભાગ લેવા ઈચ્છુકે ફોર્મ ભરી જે તે તાલુકાના તાલુકા કન્વીનરશ્રીઓને પહોંચાડવાના રહેશે. સીધી જીલ્લાકક્ષાએ/પ્રદેશકક્ષાએ/રાજ્યકક્ષાએ યોજાનાર કૃતિઓમાં ભાગ લેવા માટે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પ્રથમ માળ, રૂમ નંબર, સી/૧/૨, સી/૧/૪ જિલ્લા સેવા સદન, ખંભાળીયા, જિ.દેવભુમિ દ્વારકા ખાતેથી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગત ભરી આધારકાર્ડ બેંક પાસબુકની ઝેરોક્ષ સાથે તા.૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં અરજી ફોર્મ મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ૯૯૨૪૨૨૮૬૫૧ નો સંપર્ક કરી શકાશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવ્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial