Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારેક વર્ષથી મુદ્દતે કોર્ટમાં હાજર ન રહેતા હતાઃ
જામનગર તા. ૪: જામનગરના એક પોલીસ કર્મચારી સામે સોળેક વર્ષ પહેલાં એક મહિલાએ ગોંધી રાખી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધાની ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં જામીનમુક્ત થયેલા આરોપી પોલીસ કર્મચારી કારણ જણાવ્યા વગર ચારેક વર્ષથી કોર્ટમાં મુદ્દતે હાજર રહેતા ન હતા તેમની પકડ વોરંટના આધારે ફરીથી ધરપકડ કરાઈ હતી. આ આરોપીની પાંચ જ દિવસમાં જામીનમુક્તિ કરાઈ છે.
આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ અગાઉ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ એક મહિલાને સોળેક વર્ષ પહેલાં લલચાવી ફોસલાવી, ધમકી આપી અપહરણ કરી પોતાની સાથે લઈ ગયા પછી ગોંધી રાખી તેણી પર બળજબરીથી દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી બનાવી હતી અને તે મહિલાએ સંતાનનેે જન્મ આપ્યાની પોલીસમાં જે તે વખતે ફરિયાદ થઈ છે.
આ બાબતની પોલીસ સમક્ષ રજૂઆત થયા પછી કોઈ કાર્યવાહી ન થતાં આખરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
જેલહવાલે થયેલા આરોપી પોલીસ કર્મચારીએ જામીન મુક્ત થવા અરજી કરી હતી. અદાલતે શરતો પર તેને જામીન મુક્ત કર્યા હતા. તે પછી કેસ શરૂ થતાં છેલ્લા ચારેક વર્ષથી આરોપી અદાલતમાં હાજર રહેતા ન હતા. તેથી અદાલતે તેની સામે પકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું. તે વોરંટની બજવણી સીઆઈડી ક્રાઈમે કરી આરોપીની અટક કરી હતી અને જેલહવાલે કર્યા હતા.
ઉપરોક્ત આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરી હતી. તે અરજી માન્ય રાખી અદાલતે હાલમાં નિવૃત્ત થઈ ગયેલા આ પોલીસમેનને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ અનિલ જી. મહેતા, અર્જુનસિંહ સોઢા, ભરતભાઈ વસરા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial