Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બરડીયા તથા ખંભાળિયામાં હુમલાના બે બનાવઃ
જામનગર તા. ૪: જામનગરના સિદ્ધાર્થનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા એક યુવાન પર પાડોશીએ લાકડીથી હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો. બોટલમાં ઉધાર પેેટ્રોલ અને ઉછીની રકમ આપવાની ના પાડતા દ્વારકાના બરડીયામાં એક ફીલર પર ચાર શખ્સે હુમલો કર્યાે હતો. દોહિત્રને લઈ જવાની નાની દ્વારા ના પડાતા વેવાણ સહિતના ચારે દીકરી પર હુમલો કર્યાની ફરિયાદ કરાઈ છે.
જામનગરના મયુરનગર વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં રહેતા જુમાભાઈ કાસમભાઈ હિંગોરા નામના કારખાનેદાર ગઈકાલે રાત્રે કારખાનુ બંધ કરીને ઘરે આવ્યા ત્યારે તેમના ઘર પાસે વિજય રાજુભાઈ મદ્રાસી ઉર્ફે વેગડો નામનો શખ્સ ગાળો બોલતો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા વેગડો ઉશ્કેરાયો હતો.
આ શખ્સે જુમ્માભાઈને ગાળો ભાંડ્યા પછી ઘરમાં જઈ લાકડી લાવી તેનાથી હુમલો કરી માર માર્યાે હતો. હાથ ભાંગી જતાં જુમાભાઈને દવાખાને ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ મોડી રાતના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દ્વારકા તાલુકાના બરડીયા ગામમાં રહેતા દેરાજભા જેઠાભા બઠીયા પેટ્રોલપંપમાં નોકરી કરે છે ત્યાં રવિવારે સાંજે પેટ્રોલ ભરી રહ્યા હતા ત્યારે બરડીયા ગામના દેવરાજભા મૂળુભા સુમણીયા આવ્યો હતો. તેને બોટલમાં રૂ.૯૦નું ઉધાર પેટ્રોલ ભરી આપવા તથા રૂ.૧૫ હજાર ઉછીના આપવા માગણી કરી હતી.
બોટલમાં પેટ્રોલ આપવાની દેરાજભાએ ના પાડી ઉછીના પૈસાની માગણી પણ નકારતા બોલાચાલી થયા પછી દેવરાજભા તથા ડેપાભા મૂળુભા, વેજાભા હઠીયાભા, વેજાભા જગાભાએ કોસ વડે હુમલો કરી ઢીકાપાટુથી માર માર્યાે હતો અને મારી નાખવાની ધમકી આપી હતી.
ખંભાળિયાના પડાણપાડા માં રહેતા બેનઝીરબાનુ ફિરોઝ શેરવાનીની પુત્રી ત્રણેક મહિનાથી રિસામણે આવી હતી. તે પછી ગઈ તા.૨૪ની બપોરે દીકરીના પુત્રને લઈ જવા માટે જમાઈ આવ્યા હતા. ત્યારે બેનઝીરબાનુએ દોહિત્રને લઈ જવાની ના પાડતા ઉશ્કેરાયેલા મોઈન સલીમ બેલીમ, સલીમ ઈસ્માઈલ બેલીમ, ફેમીદાબેન સલીમ બેલીમ, નગ્મા સાહેલ પઠાણે તેમની પુત્રીને પાઈપ તથા ઢીકાપાટુથી માર માર્યાે હતો. હાલમાં પુત્રી સાસરે ગયા પછી બનાવના દસેક દિવસ પછી બેનઝીરબાનુએ પોલીસમાં વેવાણ સહિતના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial