Advertisement
Author: નોબત સમાચાર

થાવરીયામાં કુખ્યાત શખ્સે ગૌચરની ૧૧ વીઘા જમીનમાં ગેરકાયદે ખડકેલા ફાર્મ હાઉસ પર પોલીસનું ફર્યું બુલડોઝર

દબાણકાર હુસેન સામે ગેંગરેપ સહિત નોંધાયા છે સાત ગુન્હાઃ

જામનગર તા. ૪: જામનગર-કાલાવડ રોડ પર થાવરીયા ગામમાં એક શખ્સે ગૌચરની ૧૧ વીઘા જમીન પર ખડકી દીધેલા ફાર્મહાઉસ પર આજે એસપીની સૂચનાથી પોલીસે બુલડોઝર ફેરવી દીધુ છે. આ શખ્સ સામે ગેંગરેપ, એનડીપીએસ, આર્મ્સ એક્ટ હેઠળ કુલ સાત ગુન્હા નોંધાયેલા છે.

જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા થાવરીયા ગામમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગૌચરની જમીનમાં હુસેન ગુલમામદ શેખ નામના શખ્સે વર્ષાે પહેલાં દબાણ કર્યા પછી તેના પર પોતાનું અશદ ફાર્મ નામનું ફાર્મહાઉસ ખડકી દીધુ હતું. તે ફાર્મહાઉસ જમીન દોસ્ત કરવા માટે આજે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઈન્ચાર્જ ગ્રામ્ય ડીવાયએસપી જે.એન. ઝાલા તથા એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી સહિતનો પોલીસ કાફલો આજે સવારે ત્યાં ધસી ગયો હતો.

થોડા સમય પહેલાં જામનગર શહેરના એક વિસ્તારમાં ફ્લેટ રાખી ત્યાં એક મહિલા પર ગેંગરેપ ગુજારાયાની સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે ગુન્હામાં હુસેન ગુલમામદ શેખ અને અન્ય શખ્સોની સંડોવણી જાહેર થઈ હતી અને પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા. તે પછી હુસેન ગુલમામદે પોલીસ સમક્ષ પોતાનું થાવરીયા ગામમાં અશદ ફાર્મ નામનું ફાર્મહાઉસ હોવાની કબૂલાત પણ કરી હતી. તે ફાર્મહાઉસ સરકારી જમીનમાં ખડકી દેવાયાનું જાહેર થયું હતું.

ત્યારપછી આ ફાર્મહાઉસને તોડી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તેને આજે એસપીના વડપણ હેઠળ તોડી પાડવામાં આવ્યું છે. જેસીબી સહિતના સાધનો સાથે ધસી ગયેલી પોલીસ ટીમે અંદાજે ૧૧ વીઘા જમીનમાં ઉભા કરી લેવાયેલા ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવી દીધુ છે.

ઉપરોક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી તે પછી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ ફાર્મહાઉસ ગૌચરની જમીનમાં ઉભુ કરવામાં આવ્યું હતું. અંદાજે ૧૧ વીઘા જમીનમાં ગેરકાયદે દબાણ કરી લેનાર હુસેન ગુલમામદ શેખ સામે ગેંગરેપ ઉપરાંત એનડીપીએસ તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હા નોંધાયેલા છે. આ શખ્સ સામે કુલ સાત ગુન્હાની નોંધ થયેલી છે ત્યારે તેના ગેરકાયદે ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવાયું છે. પોલીસના આકરા વલણથી ગુન્હાહિત પ્રવૃત્તિ આચરતા શખ્સોમાં ફફડાટ વ્યાપ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh