Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૧૭૦ વકિલમિત્રો મતદાન કરી પ્રતિનિધિની કરશે વરણીઃ
જામનગર તા. ૪: જામનગરના વકિલમંડળની આગામી તા. ૨૦ના દિને ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં મંડળના નોંધાયેલા ૧૧૭૦ વકિલમિત્રો પોતાના પ્રતિનિધિ ચૂંટવા માટે મતદાન કરશે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતના બાર કાઉન્સીલની સુચનાથી પ્રથમ વખત મહિલા પ્રતિનિધિની અલગ પોસ્ટ ઉભી કરવામાં આવી છે.
જામનગરના વકિલમિત્રોના આવતા વર્ષના નવા હોદ્દારોની નોંધણી માટે આગામી તા. ૨૦ ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજવામાં આવી છે. જામનગર વકિલમંડળની આ ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા પ્રતિનિધિની એક અનામત બેઠક ઉભી કરવામાં આવી છે.
જામનગરના ૧૧૭૦ જેટલા વકિલમિત્રો જેના સદસ્ય છે તેવા બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, લાયબ્રેરી મંત્રી તેમજ મહિલા પ્રતિનિધિના પદ માટે ચૂંટણી યોજાશે તેના ફોર્મ આગામી તા. ૯ થી તા. ૧૩ દરમ્યાન લાલબંગલા સ્થિત કોર્ટની બિલ્ડીંગમાં આવેલા વકિલમંડળના ખંડમાંથી પ્રાપ્ત થઈ શકશે. તે પછી તા. ૧૬ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે અને તા. ૨૦ ડિસેમ્બર-શુક્રવારે સવારથી સાંજ સુધી વકિલમિત્રો પોતાના પ્રતિનિધિ ચૂંટવા માટે મતદાન કરશે.
આ ચૂંટણી પ્રક્રિયામાં કમિશનર તરીકે એડવોકેટ કે.ડી. ચૌહાણ તથા સહકમિશનર તરીકે એડવોકેટ મિહીર નંદા, બી.ડી. ગોસાઈ સેવા આપશે. મતદાન પૂર્ણ થયા પછી સાંજે મતગણતરી રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial