Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રમાં સીએમની પસંદગીની મડાગાંઠનો અંતે અપેક્ષા મુજબ અંત...
મુંબઈ તા. ૪: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદે (શિવસેના) તથા અજીત પવાર (એનસીપી) ની મહાયુતિએ વિધાનસભા ચૂંટણીમાં તોતિંગ બહુમતી પ્રાપ્ત કર્યા પછી મુખ્યમંત્રી પદ તેમજ સરકારમાં વિવિધ મંત્રાલયોની ફાળવણી મુદ્દે મડાગાંઠ સર્જાયાની અહેવાલો પ્રસિદ્ધ થયા હતાં. ત્રણેય પક્ષના નેતાઓ વચ્ચે બેઠકોનો દોર થયો અને અંતે ગઈકાલે આ તમામ સસ્પેન્સનો અંત આવી ગયો છે.
ભારતીય જનતા પાર્ટી મહાયુતિમાં સર્વાધિક બેઠકો સાથે મોટો પક્ષ હોવાથ મુખ્યમંત્રી ભાજપના જ બનશે તેવું નક્કી થયું હતું અને તે મુજબ ભાજપના વિધાયકોની બેઠક નેતાની પસંદગી માટે મળી હતી. જેમાં ભાજપના મોવડી મંડળ તરફથી નિરીક્ષકો તરીક વિજયભાઈ રૂપાણી અને નિર્મલા સીતારમણ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસની નેતા તરીકે સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી હતી.
આજે બપોરે ભાજપ તેના સહયોગી પક્ષોના નેતાઓ સાથે રાજ્યપાલ સમક્ષ સમર્થન પત્રો સાથે સરકાર રચવાનો દાવો રજૂ કરશે.
મહારાષ્ટ્ર સરકારના નવા સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ ગ્રહણ કરશે, જેમની સાથે મહાયુતિના સાથીદાર પક્ષોના નેતા એકનાથ શિંદે અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રીપદના શપથ લેશે.
આવતીકાલે પ ડિસેમ્બરે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહારાષ્ટ્ર્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે આ કાર્યક્રમની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. સોમવારે તેઓ દક્ષિણ-મુંબઈમાં સમારોહના સ્થળે પણ પહોંચ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે. સૂત્રોનું કહેવું છે કે આ શપથ ગ્રહણ સમારોહ માટે એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને નિમણૂક પણ મોકલવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઘણા કેન્દ્રિય મંત્રીઓ અને ભાજપના મોટા નેતાઓ પણ હાજરી આપશે.
જો કે, સીએમના શપથગ્રહણ પછી મંત્રીમંડળની જાહેરાતમાં હજીપણ વિલંબ થઈ શકે તેવી શક્યતા રાજકીય પંડિતો કરી રહ્યા છે. રાજ્યમાં ગૃહ, મહેસુલ, નાણા મંત્રાલય માટે ત્રણેય પક્ષોમાં ભારે ખેંચતાણ હજી પણ ચાલુ હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ પદ ભાજપને ફાળવવામાં આવશે તે નક્કી છે.
આ બાબતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તથા સાથી પક્ષોના શરદ પવાર જુથ તથા ઉદ્ધવ ઠાકરેના જુથનો સફાયો થઈ ગયો અને વિપક્ષના નેતાની માન્યતા જેટલી બેઠકો પણ મળી નથી. જેથી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોઈને લાભ નહીં મળે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial