Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૌશલ્યની અભિવૃદ્ધિ અને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા
મુંબઈ તા. ૪: કૌશલ્યની અભિવૃદ્ધિ અને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા તેમજ પોતાની પ્રમુખ સીએસઆર પેલ પ્રોજેક્ટ એક્સેલના ભાગરૂપે નયારા એનર્જી દ્વારા ખંભાળિયા તાલુકામાં નવા મલ્ટિ સ્કિલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તાલીમ કેન્દ્રનો હેતુ ખંભાળિયાના શહેરી અને ગ્રામીણ યુવાનોની સાથ કંચનપુર, હર્ષદપુર, શક્તિનગર, હરિપર દાંતા વગેરે જેવા આજુબાજુના ગામડાઓની કૌશલ્યની જરૂરિયાતો પૂરી કરવાનો છે અને તેમાં મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
તેના પ્રારંભિમ તબક્કામાં મલ્ટિ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર ત્રણ પાયાના અભ્યાસક્રમો કોમ્પ્યુટર કોન્સેપ્ટ્સ (સી.સી.સી.), ટેલી એન્ડ એકાઉન્ટિંગ અને બ્યુટી એન્ડ વેલનેસ, શરૂ કરશે જેનો હેતુ વિદ્યાર્થીઓને વ્યવહારમાં ઉપયોગી નિવડે એવા કૌશલ્યોથી સજ્જ કરવાનો છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરસ્પર વાતચીત અને વ્યવહારના કૌશલ્યો (ઈન્ટરપર્સનલ સ્કિલ્સ) વિક્સાવવામાં વિદ્યાર્થીઓને પરસ્પર વાતચીત અને વ્યવહારના કૌશલ્યો (ઈન્ટરપર્સનલ સ્કિલ્સ) વિક્સાવવામાં અને પોતાનામાં આત્મવિશ્વાસ મેળવવામાં મદદ કરવા માટે જીવનમાં ઉપયોગી કૌશલ્યો, વ્યક્તિત્વ વિકાસ અને સામાન્ય અંગ્રેજીની તાલીમ પણ મળશે. આ કેન્દ્ર વિદ્યાર્થીઓને તેમના વ્યાવસાયિક વાતાવરણમાં અસરકારક સંચાર માટે આવશ્યક ભાષા કૌશલ્ય પણ પ્રદાન કરશે.
કુન્દ્રનું ઉદ્ઘાટન દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા અને નયારા એનર્જીની વાડીનાર રિફાઈનરીના વડા અમર કુમારે કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ વિદ્યાર્થીઓને કૌશલ્યની વર્તમાન આવશયક્તાઓ પર મૂલ્યવાન સમજણ આપી હતી અને તેમની રોજગારી અને કારકિર્દીની સંભાવનાઓને સુધારવા માટે આ તકોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.
ઉદ્ઘાટન સમયે નયારા એનર્જીના રિફાઈનરીના વડા અમર કુમારે કહ્યું, 'આ પહેલનો ઉદ્દેશ્ય નજીકના વિસ્તારોમાં વિવિધ સામાજિક ઉત્થાન કાર્યક્રમોનો અમલ કરીને સામજિક જવાબદારી પ્રત્યે નયારા એનર્જીની પ્રતિબદ્ધતા દર્શાવવાની છે. શિક્ષણ, આરોગ્ય, અને કૃષિમાં પહેલ ઉપરાંત કંપની આસપાસના વિસ્તારોના યુવાનોના કૌશલ્ય વિકાસ સક્રિય કામ કરી રહી છે. નયારા એનર્જી આસપાસના લોકોના જીવન ધોણને સુધારવા માટે સતત કામ કરી રહી છે.'
પ્રોજેક્ટ એક્સેલ કૌશલ્ય વિકાસ, મહિલા ઉદ્યોગ સાહસિક્તાને પ્રોત્સાહન, સામાજિક કલ્યાણ યોજનાઓની પહોંચ વધારવી અને ખેડૂતોને બહેતર બજારો સુધી પહોંચાડવામાં સહાય સહિત વિવિધ પહેલોનો સમાવેશ કરે છે. મલ્ટિ સ્કિમ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના લોકોને સશક્ત બનાવવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે નયારા એનર્જીના સમર્પણને પ્રકાશિત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial