Advertisement
Author: નોબત સમાચાર

હિંસાગ્રસ્ત સંભલ જતા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીના કાફલાને અટકાવાયો

ઉત્તરપ્રદેશની બોર્ડર ઉપર ચક્કાજામ

નવી દિલ્હી તા. ૪: હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે જતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંભલ ન પહોંચવા દેવાના પ્રયાસ કરતા પોલીસ પ્રશાસને તેમના કાફલાને ગાઝીપુર બોર્ડર પર અટકાવી દીધો છે. પોલીસે તેમને સંભલ જવાની મંજૂરી નથી આપી. રાહુલ અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અન્ય પાંચ સાંસદો સાથે બુધવારે હિંસાગ્રસ્ત સંભલની મુલાકાતે રવાના થયા હતા પરંતુ તેમને ગાઝીપુર બોર્ડર પર અટકાવવામાં આવ્યા છે. તેમની સાથે કોંગ્રેસના નેતાઓ કે.સી. વેણુગોપાલ, કે.એલ. શર્મા, ઉજજલ રમણિસંહ, તનુજ પુનિયા, ઈમરાન મસુ વગેરે જોડાયા હતાં.

પોલીસે રાહુલ- પ્રિયંકા કાફલાને ગાઝીપુર બોર્ડર પર લગભગ ૩૦ મિનિટ સુધી રોકી રાખ્યો હતો. કોંગ્રેસ પોલીસ અધિકારીઓને કહ્યું કે, માત્ર ૫ લોકોને જ જવા દેવા જોઈએ. જો કે, અધિકારીઓએ તેમને કહ્યું કે સંભલમાં કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી છે. હમણાં ત્યાં ન જશો. પોલીસે રાહુલ ગાંધીને પરત ફરવાની અપીલ કરી હતી. ગાઝિયાબાદ પોલીસના ડીસીપી નિમિષ પાટીલે રાહુલ ગાંધી સાથે વાત કરી છે. તેમને સંભલની સ્થિતિ અંગે જણાવ્યું હતું અને તેમણે રાહુલને આગળ ન જવા વિનંતી કરી હતી.

કોંગ્રેસના નેતા અજયકુમાર લલ્લુએ કહ્યું કે, સરકાર અમને કેમ રોકી રહી છે ? તેઓ શું છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તેઓ શેનાથી ડરી રહ્યા છે ? વિપક્ષના નેતા હોવાના કારણે રાહુલ ગાંધીને દેશમાં શું ચાલી રહ્યું છે તે જોવાનો અધિકાર છે. સંભલમાં જે ઘટના બની તે અત્યંત નિંદનીય છે, લોકો માર્યા ગયા છે, તેના માટે જવાબદાર કોણ ? વિપક્ષના નેતાઓ ઘટના સ્થળે નહીં જાય તો સંસદમાં આ મુદ્દો કેવી રીતે ઉઠાવશે ? અમે સંભલની સ્થિતિ જોવા માંગીએ છીએ, પરંતુ સરકાર અમને કેમ રોકી રહી છે ? શું આ સરમુખત્યારશાહી નથી ? રાહુલ ગાંધી ચોક્કસપણે પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે અને તેમના માટે અવાજ ઉઠાવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh