Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂ. રાજેશમુનિ મ.સા.ની નિશ્રામાં સંયમનાં માર્ગે કરશે પ્રયાણ
જામનગર તા. ૪: જામનગરમાં ૧૩ વર્ષીય ચિ. હેતકુમાર નીતીનભાઈ તુરખીયાનો દીક્ષા મહોત્સવ તા. ૫-૧૨ ને ગુરૂવારનાં પાવન દિને ગોંડલ સંપ્રદાયનાં ગુરૂ ભગવંત પૂ. રાજેશમુનિ મહારાજ સાહેબની શુભ નિશ્રામાં યોજાશે જેને પગલે સમગ્ર સૌરાષ્ટ્રના જૈન સમાજમાં ધન્યતાનો ભાવ ઉમટયો છે.
શ્રી સ્થાનકવાસી જૈન ચાંદી બજારનાં આંગણે આયોજીત શ્રી જૈન ભગવતી દીક્ષા મહોત્સવ પૂર્વે સંસ્કાર સપ્તાહ, અનુમોદના શિબિર, સ્તવન, સ્તુતિ ભકિત અને સમુહ સાંજી, સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે તા. ૫-૧૨ ને ગુરૂવારે સવારે ૧૦-૩૦ કલાકે એમ.પી. શાહ કોલેજ સાત રસ્તા પાસે શ્રી ડુંગરગુરૂ રાજવજ્યા પટાંગણ ખાતે દીક્ષા વિધીનો પ્રારંભ થશે. સવારે ૯:૩૦ કલાકે સંઘ માતા હેમલતાબેન શાહ નિવાસ સ્થાન ખુશ્બુવાડીથી દીક્ષાભૂતિ તરફ મહાભિનિવિક્રમણ યાત્રાનો આરંભ થશે. દીક્ષા વિધી પ્રસંગે ગોંડલ સંપ્રદાયનાં સાધુ-સાધ્વીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે.
જામનગરનાં આંગણે સંસાર છોડી સંયમનાં માર્ગે ચિ. હેતકુમાર પ્રયાણ કરતા હોવાનાં પગલે સમસ્ત જૈન સમાજનાં ધન્યતાનો ભાવ જાગ્યો છે. આ અવસરે રાજકોટ સહિત સૌરાષટ્રભરમાંથી બહોળી સંખ્યામાં જૈન શ્રાવકો- આગેવાનો ઉપસ્થિત રહેનાર છે. આવતીકાલે દીક્ષા મહોત્સવને પગલે શહેરમાં જૈન જયતિ શાસનમ નો નાદ ગૂંજી ઉઠશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial