Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના ભેંસદળ પાસે અકસ્માત સર્જનાર ટ્રેક્ટરચાલક સામે મૃતકના ભાઈની ફરિયાદ

ગુરૃદ્વારા ચોકડી, સાતરસ્તા પાસે થયા હતા અકસ્માતઃ

જામનગર તા.૨ ઃ ધ્રોલના ભેંસદળ પાસે સોમવારની રાત્રે સર્જાયેલા અકસમાતમાં એક યુવાને જિંદગી ગૂમાવી હતી. તેમના ભાઈએ અકસ્માત સર્જનાર ટ્રેક્ટરચાલક સામે ફરિયાદ કરી છે. ઉપરાંત ગુરૃદ્વારા ચોકડી તેમજ સાતરસ્તા પાસે સર્જાયેલા અકસ્માતની પોલીસમાં રાવ થઈ છે.

જામનગર તા.૨ ઃ ધ્રોલના ભેંસદળ ગામ નજીકની ૫ીયાવા ચોકડી પાસે ગયા સોમવારે રાત્રે આઠેક વાગ્યે ભેંસદળ ગામના રાકેશ ભાલચંદ્રભાઈ ચોટલીયા તથા અરવિંદભાઈ મેઘાભાઈ વેસરા નામના બે યુવાન જીજે-૩-ડીએલ ૨૬૪૯ નંબરના બાઈકમાં જતાં હતા ત્યારે જીજે-૧૦-બીઆર ૩૪૮ નંબરના ટ્રેક્ટરે તેઓને હડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં રાકેશ ચોટલીયાને ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. જ્યારે અરવિંદભાઈને ઈજા થઈ હતી. હાલમાં રાજકોટમાં રહેતા નિલેશ ભાલચંદ્રભાઈ ચોટલીયાએ ટ્રેક્ટરના ચાલક સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગુરૃદ્વારા સર્કલ પાસે મંગળવારની રાત્રે હીરેનભાઈ નાનાલાલ ઓઝા નામના બાંસઠ વર્ષના વિપ્ર વૃદ્ધને જીજે-૧૦-ટીટી ૯૩૬૩ નંબરના ટ્રકે સાયકલ સાથે ઠોકરે ચઢાવ્યા હતા. પગ ભાંગી જતાં આ વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.

જોગવડ પાટિયા પાસે રહેતા રંજનબા પ્રતાપસિંહ જાડેજા નામના બાંસઠ વર્ષના વૃદ્ધા ગઈ તા.૨૬ની સાંજે નગરના સાતરસ્તા વિસ્તારમાંથી ચાલ્યા જતાં હતા ત્યારે તેઓને કોઈ વાહને ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. પગમાં ફ્રેકચર તથા પાંસળી ભાંગી ગયેલી હાલતમાં આ વૃદ્ધાને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh