Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેમરીમેન સાજન શાહ દ્વારા
જામનગર તા. રઃ કોઈ ભી કામ અશક્ય નથી. તમે જે ધારો તેકરી શકશો છો. એવી ભાવનાથી કહી દો કે તમે આ કામ નથી કરી શકતા. આપણે આ કામ કરી જ શકીએ છીએ એવી ભાવના મનમાં પેદા થવી જોઈએ. કંઈક એ વાત પ્રકારની વાતો સાથે સકારાત્મક અને મોટીવેશનલ વાતો સાથે મેમરી મેન સાજન શાહ દ્વારા જામનગરની જુદી જુદી શાળાઓમાં વ્યાખ્યાન રાખવામાં આવ્યા હતાં. અંદાજિત ૪૮ શાળામાં તેમણે વ્યાખ્યાન આપ્યા છે. અત્યાર સુધીમાં ૧૮,૦૦૦ વિદ્યાર્થી જોડાયા છે.
મેમરીમેન સાજન શાહના મેમરી પાવર સેમિનારમાં વિદ્યાર્થીઓને પડતી પરીક્ષામાં સમસ્યા, વાચનની ઘટતી જતી એકાગ્રતા, વિદ્યાર્થી વાચન તો કરે છે, પરંતુ પરીક્ષા દરમિયાન તે ભૂલી જાય છે, વાચન કરવા માટે બહુ ખૂબ જ લાંબો સમય લાગે છે, વાચવાનું મન થતું નથી જેવા કેટલાય પ્રશ્નો છે જે વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન નડતા હોય છે. તે દરેકના નિરાકરણ માટે ધ્યાનપૂર્વક વિદ્યાર્થીઓને સમજાવ્યું અને વિદ્યાર્થીઓ તેમના નડતા પ્રશ્નોના જવાબ આપ્યા હતાં.
અમદાવાદથી આવેલા સાજન શાહ દ્વારા ખૂબ જ સરળ શબ્દોમાં શાળાના બાળકોને પસંદ પડે અને વાલીઓ પણ બાળકોને સમજી શકે તથા બાળકોને અભ્યાસમાં અને માતા-પિતાને મદદરૃપ થઈ શકે તે પદ્ધતિ દ્વારા ત્યાં હાજર રહેલા દરેક બાળકને આત્મ મનોબળ વધે તેમજ યાદશક્તિ વધે અને અભ્યાસમાં, જીવનમાં લક્ષ્ય પ્રાપ્તિ સુધી કેવી રીતે તૈયારી કરવી તેનું માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ર૦૦૦થી વધારે સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ભેગા થયા હતાં અને તેમને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સેમિનારમાં સાજન શાહની સાથે સાથે તેમની ટીમે પણ ખાસ યોગદાન આપ્યું છે. જેવા કે શ્રી જયેશભાઈ શાહ, જયંતભાઈ શાહ, શૈલેષભાઈ શાહ, રિકા શાહ, રિતુ ભાગવાની, એશા શાહ, જેની શાહ, શુભાંગી શાહ, અમિત ભગોરા, આશિત ચાવડા, યશ એરડા, વીનિત શાહ, નિમિત શાહ, અરવિંદ શાહ એ લોકો પણ તેમની સાથે મદદરૃપ થયા હતાં.
સીઝન ઓફ લર્નિંગના ખાસ કાર્યક્રમમાં જે ભારતભરમાં જુદા જુદા કાર્યક્રમો રાખે છે તેની સાથે સાથે સોશિયલ એક્ટિવિટી કરે છે. પ્લાન્ટેબલ પેન્સિલ આપે છે જે હાલમાં જામનગરમાં ૧૮,પપ૦ પલાન્ટેબલ પેન્સિલ આપવામાં આવી હતી. જે પેન્સિલનો લખવા ઉપયોગ બાળકો કરી શકે. ત્યારપછી તેમાં એક બીજ હોય તેને ઉગાડી શકો છો. તેમાંથી છોડ પણ ઉગે છે. જેના દ્વારા પર્યાવરણને પણ ફાયદો થાય છે. વિવિધ કાર્યક્રમ થકી સમાજ અને દેશ પ્રત્યે જાગૃતિ આવે, લક્ષ્ય પ્રાપ્તિમાં સરળતા રહે તથા બાળકો અભ્યાસમાં આગળ વધે તથા દેશ અને પરિવાર અને સમાજનું નામ રોશન કરે તેવા હેતુથી બાળકોને આ પાઠ શીખવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag