Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ તથા રેલવે પોલીસે પકડી હતી ૩૩૮૬૧ બોટલઃ
જામનગર તા.૨: જામનગર પોલીસ દ્વારા દરોડામાં પકડી પાડવામાં આવેલી શરાબની ૩૩૮૬૧ બોટલના નાશ માટે મંજૂરી માંગવામાં આવ્યા પછી રૃપિયા સવા કરોડ ઉપરાંતના દારૃના જથ્થા પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાંથી ઝડપાયેલા અંગ્રેજી શરાબના જથ્થાનો નાશ કરવા માટે પોલીસ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. તેને મંજૂરી આપવામાં આવતા આજે સવારે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા એરપોર્ટ નજીક સીઆઈએસએફની કમ્પાઉન્ડ નજીક સરકારી ખરાબામાં અંદાજે રૃા.૧ કરોડ ૩૩ લાખ ૧૯૬૪૫ની કિંમતના શરાબના જથ્થાનો પોલીસે નાશ કર્યાે હતો. સિટી-એ ડિવિઝન પોલીસે કબજે કરેલી રૃા. ૪૧,૨૨,૯૮૦ની કિંમતની ૯૫૪૭ બોટલ, સિટી-બી ડિવિઝન દ્વારા કબજે કરાયેલી રૃા.૫૪,૯૯,૨૯૦ની કિંમતની ૧૩૧૬૧ બોટલ તેમજ સિટી-સી ડિવિઝન પોલીસ દ્વારા કબજે કરાયેલી અંદાજે રૃા.૩૪,૫૪,૬૦૦ની કિંમતની ૮૭૯૮ બોટલ તેમજ રેલવે પોલીસ દ્વારા કબજે કરાયેલી રૃા.૨,૪૨,૭૭૫ની ૨૩૫૫ બોટલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ વેળાએ પોલીસ અધિકારીઓ તેમજ એસડીએમ હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag