Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. રઃ મુંબઈ સ્થિત પૂ. ગોસ્વામી ૧૦૮ શ્રી શરદબાવાજી તથા શ્રીવહુજી (યુગલ સ્વરૃપ) આવતીકાલે તા. ૩-ર-ર૦ર૩ ને શુક્રવારના પ્રથમ વખત દ્વારકા પધારનાર છે. શ્રી વલ્લભ શુક્રવારે હવાઈ માર્ગે જામનગર એરપોર્ટ પર પધારી ત્યાંથી સીધા જ દ્વારકા નજીક બરડિયામાં શ્રી ગુંસાઈજીની બેઠકજીમાં પધરામણી કરશે. ત્યાંથી દ્વારકામાં નવી હવેલીમાં પધરામણી કરશે. શ્રી વલ્લભ અને વહુજીશ્રી બન્ને જગ્યાએ વૈષ્ણવજનોને આશીર્વચન પાઠવશે. બાદમાં તેઓ શ્રી દ્વારકાધીશ જગત મંદિરે ઠાકોરજીના દર્શન કરનાર છે. શ્રી વલ્લભ તથા વહુજીના આગમનને અનુલક્ષીને સમગ્ર દ્વારકા ક્ષેત્રના વૈષ્ણવોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag