Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક મહિલા ચેન સાથે ઝબ્બેઃ ચાર નાસી જવામાં સફળઃ
જામનગર તા.૨ ઃ જામજોધપુરમાં પુત્ર દ્વારા રાખવામાં આવેલી ભાગવત સપ્તાહમાં હાજર એક મહિલાના ગળામાંથી ગઈકાલે ચાર તોલાનો સોનાનો ચેન ગીર્દીનો લાભ લઈ એક મહિલાએ ખેંચી લીધો હતો પરંતુ તેની તરત જ જાણ થઈ જતાં મચેલી બૂમાબૂમ વચ્ચે આ મહિલા ચેન સાથે રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. તેની ચાર સાગરિત અન્ય ચાર મહિલાના ચેન ઝૂટવી પલાયન થવામાં સફળ થઈ હતી.
જામજોધ૫ુર શહેરમાં સ્ટેશન રોડ પર આવેલા ખોજાખાના પાસે પિયુષભાઈ મનસુખભાઈ વૈષ્નાણી નામના પટેલ આસામીએ હાલમાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. જેમાં ગઈકાલે પિયુષભાઈના માતા સવિતાબેન (ઉ.વ.૬૫) સહિતના પરિવારજનો અને આમંત્રિતો ઉપસ્થિત હતા.
ગઈકાલે બપોરે બારેક વાગ્યે કથામાં વિરામ જાહેર થયા પછી વૈષ્નાણી પરિવાર દ્વારા રાખવામાં આવેલા સમૂહ પ્રસાદના સ્થળે સવિતાબેન તથા અન્ય મહિલાઓ પ્રસાદ લેવા માટે પહોંચ્યા હતા. આ વેળાએ ત્યાં રહેલી ગીર્દી વચ્ચે ધક્કામૂક્કી થઈ હતી અને તેનો લાભ લઈ એક મહિલાએ સવિતાબેનના ગળામાંથી ચારેક તોલાનો સોનાનો ચેન ઝૂટવ્યો હતો જેની તરત જ સવિતાબેનને જાણ થતાં તેઓએ બૂમાબૂમ કરતા અન્ય મહિલાઓએ મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના છોટા બજારમાં રહેતી સુનીતા સતિષ ચમાર નામની મહિલાને પકડી પાડી હતી.
તે પછી પોલીસને બોલાવવાની તજવીજ કરાતા અન્ય ચાર મહિલાઓએ પણ પોતાના ગળામાંથી સોનાના ચેન સેરવાઈ ગયાની રાવ કરી હતી. પિયુષભાઈના મામીના ગળામાંથી બે તોલાનો સોનાનો ચેન અને અન્ય બે મહિલાના ગળામાંથી એક તથા સવા તોલાના ચેન સેરવાયા હતા.
સ્થળ પર બૂમાબૂમ થતાં સુનીતા નામની આ મહિલાની ચાર સાગરિત મહિલા મુઠ્ઠીઓ વાળીને નાસી ગઈ હતી. તે પછી ધસી આવેલી પોલીસને આ મહિલાનો કબજો સોંપવામાં આવ્યો છે. પોલીસે ભાણવડના સઈ દેવરીયા ગામમાં રહેતા સવિતાબેન મનસુખભાઈની ફરિયાદ પરથી કુલ રૃા.૩ લાખ ૩૦ હજારની કિંમતના સોનાના પાંચ ચેન સેરવવા અંગે સુનીતા તથા તેની સાગરિત ચાર મહિલા સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag