Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨ઃ જામનગર મહાનગરપાલિકાનું વાર્ષિક અંદાજપત્ર અયોગ્ય અને પ્રજા ઉપર બોજ સમાન છે.
શહેરના વોર્ડ નં. ૧૨ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી અને વોર્ડ નંબર ચારના કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આ અંગે કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે મોંઘવારીમાં વધારો કરનાર બજેટમાં દર્શાવાયેલ વેરા વધારો પાછો ખેંચવો જોઈએ, અને જુના વેરા ચાલુ રાખવા જોઈએ.
બજેટ હંમેશાં પ્રજાલક્ષી હોવું જોઈએ, અને માળખાકીય સુવિધામાં વધારો કરી પ્રાધાન્ય આપવું જોઈએ, ૫૩ કરોડનો કરબોજ તાકીદે પાછો ખેંચવો જોઈએ.
કોરોનામાં અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે. કોઈએ ઘરના મોભી ગુમાવ્યા છે. તેવા સંજોગોમાં ૫૩ કરોડનો બોજો વધારે છે. આ કરબોજ પાછો ખેંચવો જોઈએ.
મિલકત વેરામાં ૩૨ કરોડ, વાહન કરમાં ૩.૧૭ કરોડ, પાણી વેરામાં ૬ કરોડ, સો.વે. કલેકશન ચાર્જમાં રૃા. ૨.૮૪ કરોડ, સ્ટ્રીટ લાઈટ યુજર્સ ચાર્જમાં પાંચ કરોડ, અને ૬૬ લાખ, તે તમામ વધારા પાછો ખેચવો જોઈએ.
ગત બજેટમાં સૂચવાયેલા અનેક કામો પૂર્ણ થયા નથી. પ્રાથમિક સુવિધા પણ અધુરી છે, જેમાં મહાનગરપાલિકા નિષ્ફળ જવા પામી છે. મહાનગરપાલિકા સુવિધા આપી શકે નહીં તો વેરા વસુલવાનો પણ અધિકાર નથી. વેરા ઘટાડવાની જવાબદારી સત્તાપક્ષની છે, પરંતુ તે નિષ્ફળ ગયેલ છે આથી વેરા વધારો પરત ખેંચવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag