Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના ઘર પર એફબીઆઈના દરોડા

બાર કલાક તપાસ ચાલી તો યે કોઈ ગોપનીય દસ્તાવેજો મળ્યા નહીંઃ

વોશિંગ્ટન તા. રઃ ડેલવેરમાં રાષ્ટ્રપતિ બાઈડનના આવાસ પરથી કઈ ગોપનીય દસ્તાવેજો મળ્યા નહીં હોવાથી એફબીઆઈ ખાલી હાથે પાછી ફરી હતી.

ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના આવાસ પર ગોપનીય દસ્તાવેજોને લઈને દરોડા પાડ્યા હતાં, પરંતુ આ વખતે એફબીઆઈને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. રાષ્ટ્રપતિના અંગત વકીલને ટાંકીને સીએનએનએ અહેવાલ આપ્યો કે એફબીઆઈને ડેલેવરના રહોબોશ બીચમાં યુએસ પ્રમુખ જો બાઈડનના ઘરની તાસ પૂર્ણ કર્યા પછી કોઈ વર્ગિકૃત દસ્તાવેજો મળ્યા નથી. બાઈડનના અંગત એટની બોબ બૌરે જણાવ્યું હતું કે, એફબીઆઈએ તેની સાથે હસ્તલિખિત નોંધ લીધી છે. બૌરે જણાવ્યું હતું કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા રાષ્ટ્રપતિના રેહીબોથ નિવાસસ્થાનની આયોજિત શોધ રાષ્ટ્રપતિના વકીલો સાથે સંકલન અને સહકારથી હાથ ધરવામાં આવી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, સવારે ૮-૩૦ વાગ્યાથી બપોર સુધી શોધ હાથ ધરવામાં આવી હતી. વર્ગીકૃત નિશાનોવાળા કોઈ દસ્તાવેજો મળ્યા નથી. સીએનએનએ રાષ્ટ્રપતિના અંગત વકીલને ટાંકીને જણાવ્યું હતું. વિલ્મિંગ્ટન અને ડેલવેરમાં બાઈડનના ઘરોની ગયા મહિને કરાયેલી શોધ અંગે બાઉરે જણાવ્યું હતું કે, એફબીઆઈ એજન્ટો ઉપપ્રમુખ તરીકેના તેમના કાર્યકાળને લગતી કેટલીક સામગ્રી અને હસ્તલિખિત નોંધો વધુ સમીક્ષા માટે તેમની સાથે લઈ ગયા હતાં.

બૌરે વહેલી સવારે પુષ્ટિ કરી કે તપાસકર્તાઓ ઘરની શોધ કરી રહ્યા છે. બૌરે જણાવ્યું હતું કે, શોધનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં બાઈડનનો સંપૂર્ણ ટેકો અને સહકાર હતો. એફબીઆઈએ અગાઉ વિલ્મિંગ્ટન અને ડેલાવેરમાં બાઈડનના ઘરની તપાસ કરી હતી. તે દરમિયાન તેમના વકીલે કહ્યું હતું કે, ગોપનીય દસ્તાવજો સાથે જોડાયેલા ઘણાં વધુ દસ્તાવેજો મળી આવ્યા છે. આ સર્ચ ર૦ થી ર૩ જાન્યુઆરી વચ્ચે કરવામાં આવ્યું હતું. આ ગોપનીય દસ્તાવેજો એ સમયના છે જ્યારે જો બાઈડન ઉપરાષ્ટ્રપતિ હતાં. આરોપ છે કે પદ છોડતા પહેલા તેણે પોતાની સાથે ગોપનીય દસ્તાવેજો લીધા હતાં.

બાઈડનના ઘરની વ્યાપક શોધખોળ પછી છ વધુ વર્ગીકૃત દસ્તાવેજો મળી આવ્યા હતાં જેમાં વ્યક્તિગત રીતે હસ્તલિખિત નોંધો, ફાઈલો, કાગળો અને બાઈન્ડરનો સમાવેશ થાય છે. સીએનએન અનુસાર ન્યાય વિભાગે તેમની સમીક્ષા કરવા માટે ઉપપ્રમુખ તરીકે બાઈડનના સમયની કેટલીક હસ્તલિખિત નોંધ પણ લીધી હતી. રાષ્ટ્રપતિના વકીલ બોબ બૌરે કહ્યું કે, 'તપાસની પ્રક્રિયાને શક્ય તેટલી ઝડપથી આગળ વધારવા માટે અમે રાષ્ટ્રપતિને તેમના ઘરે વહેલા લાવવામાં સંપૂર્ણ સહકાર આપ્યો છે.' એટર્ની બૌબ બૌરે જણાવ્યું હતું કે શોધ લગભગ ૧ર કલાક ચાલી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh