Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે પકડી પાડ્યોઃ
સલાયા તા.૨ ઃ સલાયાના બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે એક શખ્સને ચોરાઉ મોબાઈલ સાથે પકડી પાડી ચોરીનો એક ગુન્હો ડીટેક્ટ કર્યાે છે.
સલાયા મરીન પોલીસ દ્વારા પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા પોલીસ અધિકારી નિતેશ પાંડેય, નાયબ અધિકારી હાર્દિક પ્રજાપતિ દ્વારા ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ શોધવાની સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ સીંગરખીયા, પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન સ્ટાફના વિરેન્દ્રસિંહ, હસમુખભાઈને મળેલી બાતમીના આધારે સલાયા બસ સ્ટેન્ડ નજીકથી જાવેદ આદમ બારોયા ઉર્ફે જાવલા નામના શખ્સને અટકાયતમાં લઈ તેની તલાશી લેવાતા આ શખ્સના કબજામાંથી મોબાઈલ મળી આવ્યો હતો. આ શખ્સે ઉપરોક્ત મોબાઈલ ચોરીનો હોવાનું કબૂલ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag