Advertisement
Author: નોબત સમાચાર

જેટકોની લાઈનના કામમાં સુધારા ઓર્ડરની આમ આદમી પાર્ટીની માંગણી

કાલાવડ-ભોગાત સુધીના

ખંભાળિયા તા.૨ ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી ૫ાર્ટીના કાર્યકરો દ્વારા ભોગાત-કાલાવડની જેટકો લાઈનમાં થતાં કામ અંગે સરકારના ઓર્ડરમાં સુધારો કરવાની માંગણી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ચારસો કેવી વીજલાઈનના કામમાં અનેક ખેડૂતોએ વાંધા રજૂ કરીને ૧૪-૮-૧૭ના ઠરાવ મુજબ સુધારા હુકમો કરાયા નથી. સક્ષમ અધિકારીઓ દ્વારા જમીન, પાક, કૂવા તથા મકાનોનું રોજકામ પણ થયું નથી. આ તમામ પ્રક્રિયા કરીને તથા સુધારા ઓર્ડર કરીને આ કામ ચાલુ કરવા માંગણી કરાઈ છે.

જ્યાં સુધી સુધારા હુકમના થાય ત્યાં સુધી પોલીસ પ્રોટેકશન હેઠળ કામ થાય છે. તે પણ બંધ કરવા તથા પોલીસ પ્રોટેકશનો મંજુર કર્યા હોય તે પણ મોકુફ રાખવા રજૂઆત કરવામાં આવી છે. આપના કાર્યકરો એન.એમ. ભોચીયા, અરવિંદ, જમનભાઈ, રમેશ લખુ, જેન્તી ધરમશી વગેરેએ રજૂઆત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh