Advertisement
Author: નોબત સમાચાર

શેઠવડાળા ગામ પાસે બાઈક અને મોટર વચ્ચે અકસ્માતમાં ભરડકી ગામના પ્રૌૈઢનો ભોગ લેવાયો

શેખ૫ાટ પાસેના અકસ્માતની પોલીસમાં ફરિયાદઃ

જામનગર તા.૨ ઃ જામજોધપુરના શેઠવડાળા પાસે ગઈકાલે સવારે બાઈક સાથે મોટર અથડાઈ પડતાં ભરડકી ગામના બાઈકચાલક પ્રૌઢનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે શેખપાટ પાસે ગઈકાલે સવારે સર્જાયેલા અકસ્માત અંગે ટ્રક ડ્રાઈવરે પોલીસમાં ફરિયાદ કરી છે.

જામજોધ૫ુર તાલુકાના શેઠવડાળા પાસેથી ગઈકાલે સવારે ભરડકી ગામના પ્રકાશભાઈ ગોરધનભાઈ સાંગાણી (ઉ.વ.૬૦) નામના પ્રૌઢ પોતાના જીજે-૧૦-ડીડી ૬૨૭ નંબરના મોટરસાયકલ પર પસાર થતાં હતા.

આ વેળાએ જામજોધપુર તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૩-એચકે ૭૬૫૨ નંબરની વેગનઆર મોટરે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો. જેમાં ઘવાયેલા પ્રકાશભાઈને ૧૦૮ મારફતે સારવાર માટે દવાખાને ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. કિશોરભાઈ ગિરધરભાઈ સાંગાણીએ મોટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર શેખપાટ ગામના પાટિયા પાસે ગઈકાલે સવારે પાંચેક વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં નગરના કારખાનેદાર વિપુલભાઈ જયંતિલાલ હરિયાનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે શહેરના જનતા ફાટક વિસ્તારમાં વસવાટ કરતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા સલીમ જુસબભાઈ બ્લોચે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓના જણાવ્યા મુજબ ગઈકાલે સવારે જીજે-૧૦-એક્સ ૮૮૮૫ નંબરનો ટ્રક લઈને તેઓ જામનગર આવી રહ્યા હતા ત્યારે સવારે પાંચ વાગ્યે શેખપાટ ગામના પાટિયા પાસે રોડની સાઈડમાં તેઓએ પોતાનો ટ્રક રાખ્યો હતો અને નજીકમાં આવેલી હોટલમાં ચા પીવા ગયા હતા ત્યારે પાછળથી પુરપાટ ધસી આવેલી જીજે-૧૦-એપી ૭૪૦૭ નંબરની મોટર તેઓના ટ્રકના ઠાઠામાં ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં મોટરના ચાલક વિપુલભાઈ હરિયાનું માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh