Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અડીંગો જમાવી ટ્રાફિક સમસ્યા સર્જનારા સામે અને ગંદકી ફેલાવનારા સામે પગલાં લેવામાં તંત્ર નિષ્ફળ
જામનગરના હાર્દસમા પંચેશ્વર ટાવર વિસ્તારમાં ટાવર ચોકમાં વચ્ચોવચ્ચ ઊભા કરાયેલા એક થાંભલા ફરતેનું 'કુંડાળુ' એક જ વર્ષમાં ત્રીજી વખત તોડીને નાનું કરવામાં આવ્યું છે. વાહનોની વ્યસ્ત અવરજવરને ધ્યાને લઈને આ કામગીરી કરવામાં આવી છે, પણ સૌથી મોટી સમસ્યા ટાવરચોક પાસે ચા-પાનની દુકાનો, ખાણીપીણીવાળાના ધંધા તેમજ ચારે તરફ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો સાથે અડીંગો જમાવીને પડ્યા પાથર્યા રહેતા શખ્સોના કારણે જ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત રસ્તા ઉપર પાણી, કચરો, પ્લાસ્ટિક સહિતની ગંદકી ફેલાયેલી રહે છે. ખરેખર તો આ 'કુંડાળુ'ને દૂર કરવાની જરૃર છે. નવાઈની વાત એ છે કે ટાવરની સામે જ ચાના ધાબા પાછળ સિટી ટ્રાફિક પોલીસની કચેરી છે. ટ્રાફિક પોલીસ કે મનપા તંત્ર આ વિસ્તારમાંથી ટ્રાફિકને અડચણરૃપ શખ્સો-વાહનો અને ગંદકી દૂર કરવામાં નિષ્ફળ ગયું છે તે હકીકત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag