Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના શખ્સ, ધ્રોલના વેપારી પાસેથી મુદ્દામાલ કબજેઃ
જામનગર તા.૨: જામનગરની ઈન્દ્રપ્રસ્થ બિલ્ડીંગમાંથી બે દિવસ પહેલા ૧૧ ઈન્ટરનેટ ડિવાઈઝની ચોરી થઈ હતી. એલસીબીએ આ કેસની તપાસ શરૂ કરી લાલવાડી આવાસમાં રહેતા એક શખ્સને ચોરાઉ ડિવાઈઝ સાથે પકડી પાડ્યો છે. આ શખ્સે પોતાની પાસેથી ચોરાઉ સામાન ખરીદનાર ધ્રોલના વેપારીનું નામ આપ્યું છે. ઉપરોક્ત ચોરી ઉપરાંત અન્ય એક ચોરીનું પણ ડીટેક્શન થયું છે.
જામનગરના ૫ંચેશ્વર ટાવર રોડ પર આવેલા ઈન્દ્રપ્રસ્થ બિલ્ડીંગની છત પર કામદાર કોલોનીમાં રહેતા સંકિતભાઈ કાંતિલાલ માલદે તથા અન્ય આસામીઓ દ્વારા જુદી જુદી કંપનીના ઈન્ટરનેટ ડિવાઈઝ લગાડવામાં આવ્યા હતા. તે ડિવાઈઝમાંથી અંદાજે ₹.૮૫ હજારના અગિયાર ડિવાઈઝ સોમવારની રાત્રે ચોરાઈ ગયા હતા. મંગળવારની સવારે આ બાબતની તે આસામીઓને જાણ થતાં સંકિતભાઈએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતની શરૂ થયેલી તપાસ દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા, હિતેન્દ્રસિંહ તથા દિલીપ તલાવડીયાને બાતમી મળી હતી કે, લાલવાડી નવા આવાસમાં રહેતા એક શખ્સના મકાનમાં ઉપરોક્ત ચોરાઉ ડિવાઈઝ પડ્યા છે. તે બાતમીના આધારે ફલેટ નં.૪૦૩માં ઈમરાન કાસમ સુમરાના રહેણાંકમાં દરોડો પાડી એલસીબીએ તલાશી લેતાં ત્યાંથી ઈન્ટરનેટ ડિવાઈઝના ₹.૩૬ હજારના અમૂક સ્પેરપાર્ટસ મળી આવ્યા હતા. આ શખ્સની અટકાયત કરી પૂછપરછ કરાતા તેણે ધ્રોલની સુપરમાર્કેટમાં આવેલી ટેક ટુ મી ઈન્ટરનેટ નામની દુકાન વાળા ચિરાગ નરેશભાઈ પુજારાને અમૂક સામાન વેચ્યો હોવાની કબૂલાત કરી હતી.
ધ્રોલમાં આ શખ્સની દુકાનમાં એલસીબીએ તલાશી લેતાં ત્યાંથી કન્વર્ટર, રાઉટર, બોર્ડ, સ્વિચ મળી ₹. ૭૧૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બંને શખ્સની પૂછપરછ હાથ ધરાતા ઈમરાન કાસમે બે દિવસ પહેલા ઈન્દ્રપ્રસ્થની અગાસી ઉપરાંત શહેરમાં અલગ અલગ જગ્યાએથી ઈન્ટરનેટ ડિવાઈઝની ચોરી કરવા ઉપરાંત ચારેક મહિના પહેલા ઈન્દ્રપ્રસ્થની છત પરથી જીટીપીએલ કંપનીનું ઓએલટી ડિવાઈઝ પણ ચોરી કર્યાની કબૂલાત કરી છે. બંને શખ્સની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag