Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્મ આપી કોઈ સ્ત્રી કડકડતી ટાઢમાં બાળક મૂકી ગઈઃ
જામનગર તા.૨ ઃ જામનગરની જી.જી. હોસ્પિટલના વચલા ગેઈટ નજીક એક કેબીન પાસેથી ગઈ મોડીરાત્રે એક નવજાત શિશુ ત્યજી દીધેલી હાલતમાં મળી આવી છે. આ બાળક પર એક યુવાનની નજર પડ્યા પછી પોલીસને જાણ કરાઈ હતી. આ બાળક તાજું જ જન્મેલું હોય પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી છે. કઠણ કાળજાની માતા સામે ફીટકાર વરસી રહ્યો છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે આવેલી ચાની એક હોટલ સામે એક યુવાન ચા પીવા આવ્યા હતા. આ વેળાએ તેઓએ જી.જી. હોસ્પિટલના વચલા અને મુખ્ય ગેઈટ નજીક પીસીઓ પાસે કોઈ હિલચાલ થતી હોવાનું જોયા પછી ત્યાં જઈ તપાસ કરતા એક તાજુ જ જન્મેલું બાળક કપડામાં વીંટેલી હાલતમાં જોવા મળતા આ યુવાને તરત જ પોલીસને જાણ કરી સળવળાટ કરી રહેલા બાળકને સારવાર માટે જી.જી. હોસ્પિટલના ન્યુ બેબી બોર્ન ડિપાર્ટમેન્ટમાં ખસેડ્યું હતું.
ધસી આવેલી પોલીસે આ બાળક અંગે તપાસ કરતા કોઈ કઠળ કાળજાની માતાએ આ બાળકને થોડી જ મિનિટો પહેલા જન્મ આપ્યા પછી કોઈપણ કારણથી તે બાળકના જન્મને છૂપાવવા માટે તેને આ કેબીન પાસે ત્યજી દઈ પોબારા ભણી લીધા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગાયનેક વિભાગમાં આ બાબતની તપાસ શરૃ કરી છે.
હાલમાં જીવંત અવસ્થામાં રહેલા બાળકને ન્યુ બેબી બોર્ન ડિપાર્ટમેન્ટમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. જન્મ્યા પછી આ બાળક હજુ દુનિયા નિહાળે તે પહેલા જ માતા તેને કડકડતી ટાઢમાં જાણે કે મરવા માટે આવી રીતે મૂકીને ચાલી જતાં તેની પર ફીટકાર વરસી રહ્યો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ તે બાળક ત્યાંથી મળ્યા પહેલા બે મહિલાઓની તે સ્થળે શંકાસ્પદ હિલચાલ નોંધાઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરા પણ ચકાસ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag