Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ માર્ગ ઉપર બન્ને તરફ સ્પીડ બ્રેકરો મૂકવાની રજૂઆત પ્રત્યે સરકારની ઉદાસીનતાઃ
જામનગર તા. રઃ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ ઉપર શેખપાટના પાટિયા પાસે તાજેતરમાં જ ગોઝારા અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. થોડા સમય પહેલા પણ આ જ સ્થળે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ માર્ગ પર શેખપાટના પાટિયા પાસેનો રસ્તો અકસ્માત ઝોન બની ગયો છે.
શેખપાટના પાટિયા સામે જૈન તીર્થ શાલીભદ્ર તીર્થ આવેલું છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં જૈન દર્શનાર્થીઓ આવે છે. આ માર્ગ પર ર૪ કલાક વાહનોની સતત અવર-જવર રહે છે. આ સ્થળે ગોળાઈ છે અને રાજકોટ તરફથી આવતો માર્ગ ઢાળવાળો છે તેથી અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા રહે છે.
આ માર્ગ પર બન્ને તરફ યોગ્ય સ્પીડબ્રેકર મૂકવામાં આવે તો અકસ્માત સર્જાવાની શક્યતા ઘટી જાય.
આ ઉપરાંત હાલ ધુમ્મસના કારણે પણ વહેલી સવારે કે મોડી રાત્રે અકસ્માતો સર્જાય છે. આ સંજોગોમાં નાના-મોટા વાહનોની પાછળ લાલ કલરના રેડીયમ રીફ્લેક્ટર ફરજિયાત લગાડવાના કાયદાનો કડક અમલ કરવાની પણ જરૃર છે. ઘણાં અકસ્માતો આવા રીફ્લેક્ટર વગરના વાહન પાછળ અન્ય વાહન ઘૂસી જવાના કારણે બને છે.
શેખપાટ પાટિયા પાસે બન્ને તરફ સ્પીડબ્રેકર મૂકવા જામનગરના જાગૃત નાગરિક પારસ મકીમે ૧૯-પ-ર૦રર માં રાજ્યના મંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી હતી. પણ સરકાર તરફથી આ રજૂઆતને ધ્યાને લેવાઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag