Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યપ્રવાહમાં પરત ફરવાની તક આપવા કેરળ સરકાર
તિરૃવનંતપુર તા. ૨ઃ કેરળ સરકારે આત્મ સમર્પણ કરનારા માઓવાદીઓને મુખ્ય પ્રવાહમાં સામેલ થવાની તક આપવાના હેતુથી ઘરનું ઘર ફાળવશે.
કેરળમાં માઓવાદીઓને આત્મસમર્પણ કરવા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવા સરકારે મોટી જાહેરાત કરી છે. પિનરાઈ વિજયન સરકાર વતી કહેવામાં આવ્યું છે કે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને પૂનર્વસન પેકેજના ભાગરૃપે ઘર આપવામાં આવશે.
આ યોજના હેઠળ સરકારે તાજેતરમાં જ મુખ્ય પ્રવાહમાં પાછા ફરેલા એક માઓવાદી લિજેશ ઉર્ફે રામુ માટે ઘર બનાવવાનું નક્કી કર્યુંર્ં છે. સરકારે એર્નાકુલમ જિલ્લાના કલેકટર અને પોલીસ વડાને રામુના ઘર માટે યોગ્ય જમીન શોધવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે રામુએ થોડા સમય પહેલા જ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્ર્યું હતુું.
આ સિવાય સરકારે કલેકટર, પોલીસવડા અને પંચાયતના ડેપ્યુટી ડાયરેકટરની બનેલી એક સમિતિની પણ રચના કરી છે. આ સમિતિ મકાન નિર્માણની ગતિની તપાસ કરશે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જમીનની ઓળખ કરવામાં અને ઘર બનાવવા માટે વધુમાં વધુ ૧૫ લાખ રૃપિયાની ફાળવણી કરવામાં આવશે. વર્ષ ૨૦૧૮ માં જારી કરાયેલા આદેશ અનુસાર રાજ્ય સરકારે માઓવાદીઓ માટે શરણાગતિ કમ પુનર્વસન પેકેજ લાગુ કરવાની પરવાનગી આપી હતી. આત્મસમર્પણ કર્યા બાદ લિજેશને આ પેકેજ હેઠળ લાભ આપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag