Advertisement
Author: નોબત સમાચાર

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટસનો શ્રીલંકા સ્થિત અગ્રણી બિસ્કિટ બ્રાન્ડ માલિબન સાથે વ્યુહાત્મક ભાગીદારીમાં પ્રવેશ

વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં પ્રવેશ શક્ય બનાવવા માટેની ભાગીદારી

મુંબઈ તા. રઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ શ્રીલંકામાં મુખ્ય મથક ધરાવતી માલિબન બિસ્કિટ મેન્યુફેક્ટરીઝ (પ્રાઈવેટ) લિમિટેડ (માલિબન) સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.

શ્રીલંકામાં હેરિટેજ બ્રાન્ડ અને ઘરગથ્થું નામ માલિબન એક અગ્રણી બિસ્કિટ ઉત્પાદક છે જે છેલ્લા ૭૦ વર્ષથી બિસ્કિટ, ક્રેકર્સ, કૂકીઝ અને વેફર્સ સહિત ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની શ્રેણી માટે જાણીતું નામ છે. આ ઉપરાંત કંપનીએ તેના ઉત્પાદનોની વૈશ્વિક બજારો સુધી પહોંચ વિસ્તારી પાંચ ખંડોના ૩પ થી વધુ દેશોમાં નિકાસનો વિસ્તાર કર્યો છે.

આ જોડાણ અંગે બોલતા રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કુ. ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, 'બજારમાં અગ્રણી સ્થિતિ સાથે માલિબન પાસે ઊંડા મૂળ ધરાવતો વારસો અને વિશ્વસનીયતા છે. આરસીપીએલ અને માલિબન વચ્ચેની આ વ્યૂહાત્મક ભાગીદારી સાથે અમે માત્ર એક મહાન બ્રાન્ડ દ્વારા અમારા એફએમસીજી પોર્ટફોલિયોને મજબૂત જ નહીં બનાવીએ, પરંતુ અમારા ભારતીય ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો દ્વારા ઉત્તમ વેલ્યુ પ્રપોઝીશન પણ આપી શકીશું. ભારતમાં ઘણી જાણીતી વૈશ્વિક બ્રાન્ડ્સના કસ્ટોડિયન હોવાને કારણે રિલાયન્સ ઉત્કૃષ્ઠ કન્ઝ્યુમર ઈક્વિટીને વધુ વિસ્તૃત બનાવવા અને માલિબને ૭૦ વર્ષોમાં જે હાંસલ કર્યું છે ત્યાં સુધી પહોંચવાની પૂર્ણ ક્ષમતા ધરાવે છે.'

આરસીપીએલનું વિઝન ભારતીય ગ્રાહકોને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત બ્રાન્ડ્સ અને ઉત્પાદન પસંદગીઓ લાવવાનું છે જે અસાધારણ ગુણવત્તા સાથે શ્રેષ્ઠ મૂલ્ય પ્રસ્તાવ રજૂ કરે. આરસીપીએલ એ ડિસેમ્બર ર૦રર માં તેની પેકેજ્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બ્રાન્ડ 'ઈન્ડિપેન્ડેન્સ' લોન્ચ કરી અને તેના ઝડપી વિસ્તરતા એફએમસીજી પોર્ટફોલિયો માટે એક અલગ અને સમર્પિત રિટેલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક બનાવી રહ્યું છે.

આરસીપીએલ સાથેની ભાગીદારી અંગે બોલતા માલિબનના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર કુમુદિકા ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે, 'અમને એ જાહેર કરતા આનંદ થાય છે કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે માલિબન સાથે ભાગીદારી કરવાનું પસંદ કર્યું છે. જે લગભગ ૭૦ વર્ષથી ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખવા માટેના અમારા સમર્પણનો પુરાવો છે. બન્ને સંસ્થાઓની અમારી પૂરક શક્તિઓ અમને ભારતના સમજદાર ગ્રાહકો સુધી માલિબનની અનોખી અને ખૂબ જ ઈચ્છિત રૃચિઓ રજૂ કરવા માટે સક્ષમ બનાવશે. અમે ભારતીય ગ્રાહકોને વિશ્વસ્તરીય ઉત્પાદનનો પૂરા પાડવાના આ સહિયારા ઉદ્દેશ્ય માટે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે સહયોગ કરવા આતૂર છીએ.'

આ ભાગીદારી સાથે રિલાયન્સ અને માલિબન યુનિક વેલ્યુ પ્રપોઝીશન ડેવલપ કરશે જે બિસ્કિટ સેગમેન્ટમાં આરસીપીએલના પોર્ટફોલિયોને મજબૂત બનાવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh