Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી જાહેર થતાં
મુંબઈ તા. રઃ બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત થઈ છે, તે નવા નાણાકીય વર્ષથી લાગુ થશે, પરંતુ તેના કારણે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે, અને હજુ પણ ભાવ વધશે. ૬પ હજારની સપાટીએ પહોંચી શકે છે.
બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરાયા પછી બુધવારે સોનું પ૭,૯૧૦ ના ઓલ ટાઈમ હાઈના સ્તરે પહોંચી ગયું હતું અને આજે એમસીએક્સ પર ૧.૧૧ ટકા ચઢીને પ૮,પરપ રૃપિયાએ પહોંચી ગયું છે. ચાંદી પણ ર.૦૬ ટકાના વધારા સાથે ૭૧,ર૮૦ રૃપિયાના ભાવે પહોંચી ગઈ હતી.
એમસીએક્સ પર સોના-ચાંદીનો આ ભાવ ક્રમશઃ પ એપ્રિલ અને ૩ માર્ચનો વાયદો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને ઘરેલું માગને લીધે સોનાના ભાવમાં ગત્ ૪ મહિનામાં ૯૦૦૦ રૃપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઉછાળો નોંધાયો છે, જો કે નવા વર્ષના પહેલા જ મહિનામાં સોનાના ભાવમાં ૪૦૦૦ રૃપિયાનો ઉછાળો નોંધાયો છે.
ઉલ્લેખનિય છે કે, બજેટ આવ્યા પછી નિષ્ણાતોનું માનવું છે કે, હવે સોનાનો ભાવ ૬પ,૦૦૦ રૃપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચવાની શક્યતાઓ વધી ગઈ છે, જ્યારે ચાંદીમાં પણ ઉછાળો જોવા મળશે. બજેટ ભાષણમાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરી હતી, જો કે નવું બજેટ નવા નાણાકીય વર્ષથી લાગુ થશે, પરંતુ આ જાહેરાતની માર્કટ પર ત્વરિત અસર પડી હોય તેમ જણાય છે.
કેડિયા કોમોડિટીઝના પ્રેસિડેન્ટ અજય કેડિયા કહે છે કે સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાની આશા હતી પણ તેનાથી વિપરિત કસ્ટમ ડ્યુટીમાં વધારો કરી દેવાયો. તેમણે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ, બજારમાં મંદીની આશંકા, ઈટીએફમાં રોકાણમાં વધારો અને કેન્દ્રિય બેંકો દ્વારા સતત સોનાની ખરીદીને કારણે જ સોનાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાંદીની વાત કરીએ તો તે ૯૦,૦૦૦ ના ભાવને સ્પર્શી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag