Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાખો મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા પરીક્ષા મને-કમને રદ્ કરવી પડીઃ કેન્દ્રિય મંત્રીની કબુલાત
નવી દિલ્હી તા. ૧પઃ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 'નીટ'ની પરીક્ષા આવતા વર્ષથી સંપૂર્ણપણે કોમ્પ્યુટર બેઈઝ્ડ લેવાશે તેવી જાહેરાત કરતા કહ્યું હતું કે, પરીક્ષા રદ્ કરવાનો દુઃખદાયક નિર્ણય લાખો મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા જ લેવો પડ્યો હતો.
'નીટ' ર૦ર૬ ની પરીક્ષાનું પણ પેપર ફૂટી ગયા પછી હવે નીટની નવી પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે આ મામલે ખુદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજીને એેક મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે હવેથી આગામી વર્ષથી નીટની પરીક્ષા ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે. ઓએમઆર શીટનો વિકલ્પ હવે હટી જશે. દરેક વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સમક્ષ કડક શબ્દોમાં જણાવ્યું કે, જે પણ લોકો આ પેપર લીક કાંડમાં સામેલ છે તેમને છોડવામાં આવશે નહીં. તેમને 'પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે'. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારની લડાઈ પરીક્ષા માફિયાઓ સામે છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી બચવા તેમણે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આ મામલે સીબીઆઈ તપાસ સોંપવામાં આવી છે જે આ કૌભાંડના મૂળ સુધી જશે.
એનટીએ દ્વારા સોશિયલ મીડિયા પર નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. હવે 'નીટ' ર૦ર૬ ની નવી પરીક્ષા ર૧ જૂનના યોજાશે. આ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ૧૪ જૂન સુધીમાં જારી કરી દેવામાં આવશે. આ વખતે વિદ્યાર્થીઓને પેપર લખવા માટે ૧પ મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ન પડે તેની જવાબદારી પણ સરકાર લેશે અને વિદ્યાર્થીઓને તેમની પસંદગીના શહેરમાં પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે એક અઠવાડિયાનો સમય અપાશે. શિક્ષણ મંત્રીએ એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, પેપર લીક જેવી ઘટનાઓ પર કાયમી લગામ લગાવવા માટેે આગામી વર્ષથી નીટ યુજીની પરીક્ષા ઓનલાઈન (કોમ્પ્યુટર બેઝ્ડ) આયોજિત કરવામાં આવશે.
ઓનલાઈન મોડને કારણે સુક્ષા વધુ મજબૂત બનશે અને ગેરરીતિની શક્યતાઓ નહિંવત થઈ જશે, તેમ જણાવી ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય ખૂબ જ દુઃખદાયક હતો, પરંતુ લાખો મહેનતુ વિદ્યાર્થીઓના હિત અને ન્યાય માટે આ જરૂરી હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે, ૧ર મે સુીમાં 'ગેસ પેપર'ના નામે અસલી પ્રશ્નપત્રના સવાલો બહાર આવી ગયા હતાં. એનટીએેમાં 'ઝીરો એરર' સિસ્ટમ લાગુ કરવી એ સરકારની પ્રાથમિક્તા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial